તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણઘડ કામગીરી:​​​​​​​દાહોદમાં કોરોના કાળમાં પાઈપ લાઈન  નાખવાનું કામ આયોજન પૂર્ણ રીતે ન કરાતા લોકોને હાલાકી

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડના દર્દીને લઈ જવામાં એમ્બ્યુલન્સને પણ ફરીને જવુ પડે છે બહારની એજન્સીઓ મનસવી રીતે કામ કરતી હોવા છતા જવાબદારો ચૂપ

દાહોદ શહેરમાં હાલ ઠેર ઠેર જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનો નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના મહામારીમાં કોઈ દર્દીને એમ્બ્યુલન્સમાં દવાખાને લઇ જતા અને રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યોને કારણે હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. ઠેક ઠેકાણે ખાડાઓ ખોદી દેવાને પગલે ધૂળની ડમારીઓનું પણ સામ્રાજ્ય સર્જાયું છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

આડેધડ ખોદકામ કરી કામગીરી કરવામાં આવી રહી છે

દાહોદ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનો નાખવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યાં છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને એમ્બ્યુલન્સમાં લઇ જવાતા દર્દીને દવાખાને પહોચાડવામાં અડધુ દાહોદ ફરવું પડી રહ્યું છે. અત્રે સવાલ એ ઊભો થાય છે કે, શું આ સમગ્ર કામગીરી સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહ્યી છે કે, પછી આડેધડ ખોદકામ કરી કામગીરી કરવામાં આવી રહી છે.

ખરેખર ટેકનિકલ નિષ્ણાંતો છે કે નહિ તે જાણવું પણ જરૂરી

કોઈ એક્સપર્ટ અથવા તો સુપરવાઈઝરની દેખરેખ હેઠળ આ કામગીરી થતી કરવી આવશ્યક છે. નહિતર કામગીરી પૂર્ણ થયા બાદ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. જેમ કે, કામગીરી પૂર્ણ થયા બાદ વ્યવસ્થિત પુરાણ કરવામાં નથી આવતું, ખાડાઓ રહી જાય છે, રસ્તાઓ પુનઃ બની શકતા નથી, ધૂળ, કોક્રિટને કારણે રસ્તાઓ ખખડધજ થઈ જતાં હોય છે. તંત્રના નિષ્ણાંત એન્જિનિયર યોગ્ય દિશા નિર્દેશ કરે તે જરૂરી છે. લગભગ કામ કરતી એજન્સીઓ બહારની હોય છે. જેમની પાસે ખરેખર ટેકનિકલ નિષ્ણાંતો છે કે નહિ તે જાણવું પણ જરૂરી છે.

ઉડતી ધૂળને કારણે શરદી ખાંસીના કેસ પણ વધી ગયા

આ કામ આવા સમયમાં શરુ ન કર્યું હોત તો તેમાં કોઇ વાંધો ન હતો. કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે દર્દીઓને લઇ જવામાં પણ મુશ્કેલી નડી રહી છે. કામ ધીમી ગતિએ થઇ રહ્યું છે. તેથી ઉડતી ધૂળને કારણે શરદી ખાંસીના કેસ પણ વધી ગયા છે. તેવું સ્થાનિક પ્રેમ સોનીએ જણાવ્યું છે.

જો હાલ આ કામગીરીમાં યોગ્ય ધ્યાન આપવામાં નહિ આવે તો નાગરિકોને ભવિષ્યમાં હેરાન થવાનો વારો પણ આવી શકે છે. આ બાબતે અગાઉ તંત્રને ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીમાં સરકાર દ્વારા પૂરતું ફંડ પણ આપવામાં આવે છે. ત્યારે આ ફંડના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે, નહિ તે તરફ તંત્રએ ધ્યાન રાખવું પણ જરૂરી છે. એજન્સીઓ પાસે યોગ્ય કામ લેવું અને કામ પર ધ્યાન રાખવું પણ એટલુ જ જરૂરી છે. શહેરમાં ઘણે ઠેકાણે રસ્તા પર મસ મોટા પાઈપના ઢગલા ખડકી દેવાય છે. ત્યારે કામગીરી પૂર્ણ કરીને એજન્સીઓ રવાના થઈ જતી હોય છે. અને બાદમાં સમસ્યાના જવાબો સંલગ્ન તંત્રને આપવા પડતા હોય છે. નાગરિકોને સુવ્યવસ્થિત સુવિધા મળવી જોઈએ તેનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

આ બાબતે દાહોદ પાલિકાના ચીફ ઓફિસર એન.સી.પટેલે જણાવતા તેમણે કહ્યું હતુ કે આ કામ દાહોદ નગર પાાલિકાનુ નથી. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે. અને તેની પર અમારું કોઇ નિયંત્રણ નથી. આ તમામ કામગીરી સ્માર્ટ સીટી પ્રેજેક્ટ અંતર્ગત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...