સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી:દવાખાનામાં 4 કલાકમાં મહિલા બોલતી થઇ, ભૂવો 6 મહિને સાજી કરી ના શક્યો

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનસિક દિવ્યાંગ યુવતી 2 વર્ષના બાળક સાથે નીકળી ગઇ હતી
  • દવાખાને સારવારની બાંહેધરી લઇ યુવતીને પરિવારને સોંપાઇ

દાહોદ તાલુકાની માનસિક દિવ્યાંગ સુનીતા (નામ બદલ્યુ છે) 5 જાન્યુ.ના રોજ બે વર્ષના બાળક સાથે ભાઠીવાડા બસ સ્ટેશન નજીક બિનવારસી હાલતમાં જોવા મળી હતી. તેની સલામતી માટે કોઇકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કર્યો હતો. સુનીતા માનસિક અસ્થિર હોવાથી કોઇ વાતનો જવાબ આપતી ન હતી. બોલતી પણ ન હતી. બાળક તથા સુનીતાની સુરક્ષા, સલામતી તથા પરિવાર મળી રહે તે માટે બંનેને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લવાયા હતાં.

સેન્ટર પર લાવ્યા બાદ હાજર કર્મી દ્વારા તેમની સાથે ખુબ પ્રમાળ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ગભરાયેલી હોવાથી કંઇ પણ બોલતી ન હોવાથી કદાચ તે બોલી શકતી ન હોઇ તેમ લાગ્યું હતુ. સાથે રહેલ બાળક પણ ખુબ રડતુ હતું. સુનિતાને સારવાર માટે ઝાયડસ ખસેડીને મનોચિકિત્સકની સારવાર શરૂ કરાવાઇ હતી. સારવારના છ કલાક બાદ સ્થિતિમાં સુધારો આવતા તે વાતચીત કરવા લાગી હતી. તેણે નામ, પિતાનું નામ તથા ગામનું સરનામુ આપ્યુ હતું. વન સ્ટોપ સેન્ટરે ગામના સરપંચનો સંપર્ક ક્યો હતો. પરિવાર પણ શોધખોળમાં હતો.

પરિવાર દાહોદ આવતાં પુછપરછમાં જાણવા મળ્યુ હતું કે, સુનીતા છેલ્લા 6 મહિનાથી માનસિક બીમારીથી પિડાતી હતી. જેની પરિવારે દાકતરી સારવાર ન કરાવતા બડવા પાસે લઇ જઇ દવા કરાવી હતી. પરંતુ તેની હાલતમાં કોઇ સુધારો આવ્યો ન હતો. તેના લગ્નને માત્ર 3 વર્ષ જ થયા છે અને બાળકના જન્મ બાદ દોઢ વર્ષ પછી તેની માનસિક સ્થિતિ બગડી હતી.

ઘરેથી તે ઘણી વખત કહ્યા વગર નીકળી હતી હતી. કોઇ સાથે વાતચીત કરતી નથી. તમામ હકીકત જાણ્યા બાદ પરિવારને તેની માનસિક સારવાર કરાવવા માટેની બાંહેધરી લઇને સુનીતા અને બાળકને પરિવારનો સોંપવામાં આવ્યુ હતું. પરિવારના હાજર તમામ સભ્યોએ વન સ્ટોપ હાજર દાહોદનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...