હુમલો:ડાકણ કહી પત્નીને માર મારતા વચ્ચે આવેલા પતિને કુહાડી ઝીંકી

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમારા પિતાને ખાઇ ગઇ છે કહીને હુમલો કરતા 4 સામે ગુનો
  • સંજેલી તાલુકાના ચમારિયા ગામમાં બનેલી ઘટના

સંજેલી તાલુકાના ચમારિયા ગામે એક મહિલા ઉપર ડાકણ સબંધિ શંકા રાખીને ચાર લોકોએ ભેગા મળીને તેને માર માર્યો હતો. આ વખતે પતિ બચાવા વચ્ચે આવતાં તેને પણ કુહાડી મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સંજેલી પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ચમારિયા ગામમાં વિજયભાઇ ફુલસિંગભાઇ સેલોત,રાજુભાઇ જાલાભાઇ સેલોત, પ્રકાશભાઇ ફુલસિંગભાઇ સેલોત અને કૈલાશબેન રાજુભાઇ સેલોતને ગામની મંદીર ફળિયામાં રહેતી 30 વર્ષિય દક્ષાબેન ભરતભા સેલોત ડાકણ હોવાની શંકા હતી.

સાંજના 7.30 વાગ્યા વિજયભાઇએ દક્ષાબેનને તુ મારા પિતાને ખાઇ ગઇ છે કહીને ઝઘડો કર્યો હતો. આ વખતે ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. ત્યારે વિજય, રાજુ, પ્રકાશ અને કૈલાશબેને દક્ષા ઉપર હુમલો કરતાં પતિ ભરતભાઇ તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ત્યારે ભરતભાઇના માથામાં કુહાડી મારીને ઇજા કરવામાં આવી હતી. ઉપરાંત બંનેને ગડદાપાટુનો માર પણ મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...