તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાને ત્રાસ:દાહોદના નવાગામની પરિણીતાને સાસરીયાઓએ ત્રાસ આપી કાઢી મુકતા ફરિયાદ

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના ટુક સમયમા જ સાસરીયાઓનુ પોત પરકાશયુ

દાહોદ તાલુકાના નવાગામની પરણિતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાં થી કાઢી મુકી હતી. આ સંબંધે પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.

પોતાના પીયરમાં રહેતી દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે મહુડી ફળિયામાં રહેતી 29 વર્ષીય દક્ષાબેન વિનોદભાઈ સુરમલભાઈ સંગાડાના લગ્ન દાહોદ તાલુકાના નવાગામ મહુડી ફળિયામાં રહેતાં વિનાદભાઈ સુરમલભાઈ સંગાડા સાથે તારીખ 27 મે 2021ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયાં હતાં. લગ્નના થોડા મહિનાઓ સુધી દક્ષાબેનને સારૂં રાખ્યા બાદ પોત પ્રકાશ્યું હતું.

પતિ વિનોદભાઈ, સસરા સુરમલભાઈ બચુભાઈ સંગાડા અને સાસુ ઝમકુબેન સુરમલભાઈ સંગાડા અવાર નવાર દક્ષાબેનને મેણા, ટોણા મારી કહેતાં હતાં કે, અમારી બીજી છોકરી લાવવાની છે, તું તારા બાપાના ઘરે જતી રહે, તું અમને ગમતી નથી, તેમજ કહે બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપી અવર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં અને એક દિવસ દક્ષાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં દક્ષાબેન પોતાના પીયર ખાતે આવી પહોંચી હતી જ્યાં દક્ષાબેને પોતાના પતિ તથા સાસુ, સસરા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...