તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉતાવળે ઉમેદવારી:દાહોદ તાલુકા પંચાયતના કોંગી ઉપપ્રમુખની પત્નીએ મેન્ડેટ પહેલા ઉમેદવારી નોંધાવી દીધી

દાહોદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગરબાડામાં ગાંગરડા બેઠક પરથી મહિલા ઉમેદવારે ભાજપામાંતી ફોર્મ ભર્યુ જિલ્લા પંચાયત,7 પંચાયતો અને નગર પાલિકામાં પહેલા દિવસે ખાતુ ન ખુલ્યુ

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાનો ઓરંભ થઇ ચુક્યો છે. પ્રથમ જિવસે દાહોદ નગર પાલિકામાં એક પણ ઉમેદવારી પત્ર ભરાયુ ન હતુ પરંતુ દાહોદ તાલુકા પંચાયતમાં એક કોંગ્રેસનુ અને ગરબાડા તાલુકા પંચાયતમાં એક ભાજપા તરફે ફોર્મ ભરાયુ હતુ.દાહોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખના ધર્મપત્નીએ પક્ષનો મેન્ડેટ મળતાં પહેલાં જ ઉતાવળે ઉમેદવારી નોંધાવી દીધી છે.ઓ બે ઉમેદવારી પત્રો સિવાય જિલ્લા પંચાયત કે અન્ય તાલુકા પંચાયતોમાં કોઇ ઉમેદવારી નોંધાવાઇ ન હતી.

દાહોદ જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત અને દાહોદ નગર પાલિકાની ચૂંટણીમાં ખરેખરીનો જંગ જામશે તે નિશ્ચિત છે.તારીખ 8 ફેબ્રુઓરીથી ઉમેદવારી પત્રો ભરવાનો શુભારંભ થઇ ચુક્યો છે ત્યારે પ્રથમ દિવસે દાહોદ નગર પાલિકાની હાઇ પ્રોફાઇલ ચૂંટણી માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયુ ન હતુ.અહીં ઉમેદવારોની પસંદગી ભાજપા અને કોંગ્રેસ માટે જટિલ બની ગયેલી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પમ ઉમેદવારી મામલે ભારે રસ્સાખેંચ ચાલી રહી છે.તેવા સમયે દાહોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગત વખતે રોઝમ-32 બેઠક પરતી ચૂંટણીમાં વિજેતા થયા હતા પરંતુ ઓ વખતે ઓ બેઠક અનુસૂચિત ઓદિજાતિ સ્ત્રી માટે અનામત જાહેર કરી દેવાઇ છે.

ઉપપ્રમુખ રાજેશભાઇ રાઠોડના ધર્મપત્ની નિતાબેન રાઠોડે ઉમેદવારીના પ્રથમ દિવસે જ કોંગ્રેસ પક્ષ મેન્ડેટ ઓપે તે પહેલાં જ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે.તેઓે ને જ ઉમેદવાર બનાવાશે તેના માટે તેઓે ને ઓત્મવિશ્વાસ હોવાથી ઉમેદવારી નોંધાવી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે.બીજી તરફ ગરબાડા તાલુકા પંચાયતમાં પણ ગાંગરડા બેઠક પરથી ભાજપાના ઉમેદવાર તરીકે રેણુકાબેન ભારતસિંહ અમલીયારે ઉમેદવારી નોંધાવી દેતાં અહીં પણ ખાતુ ખુલી ગયુ છે.પરંતુ જિલ્લા ચૂંટણી શાખામાંથી પ્રાપ્ત માહિતા પ્રમાણે જિલ્લા પંચાયતની એક પણ બેઠક માટે ઉમેદવારી નોંધાવાઇન હતી અને દાહોદ તેમજ ગરબાડા તાલુકા પંચાયત સિવાય બાકીની 7 તાલુકા પંચાયતો તેમજ દાહોદ નગર પાલિકામાં એક પણ ઉમેદવારી પત્ર પ્રથમ દિવસે ભરાયુ ન હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો