તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરાનુ શોષણ:દાહોદ જિલ્લામા અબળાઓ પર અત્યાચારની વણથંભી વણઝાર: વધુ એક સગીરાને હવસખોરે પીંખી નાખી

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપહરણ કરી જઈ મોબાઈલમા અશ્લીલ વીડિયો બતાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ

દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક નરાધમે એક 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો. તેણીને મોબાઈલમાં અશ્લિલ વીડિયો બતાવી સગીરાની નાદાનીનો ફાયદો ઉઠાવી તેણીની ઉપર અવાર નવાર દુષ્કર્મ ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે. આમ જિલ્લામા આવી ઘટનાઓની વણથંભી વણઝાર સર્જાઈ છે.

ગત તા.9મી જુલાઈના રોજ દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતો વિપુલ જવસીંગભાઈ એક 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો અને સગીરાને દાહોદ તાલુકાના રાબડાળ ગામે ગોંધી રાખી હતી.

આ દરમિયાન સગીરાને આ વિપુલભાઈ દ્વારા મોબાઈલ ફોનમાં અશ્લિલ વીડિયો બતાવી સગીરાની નાદાનીનો ફાયદો ઉઠાવી સગીરા ઉપર અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. સગીરા ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી ઉપરોક્ત ઘટનાની હકીકત પોતાના પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે વિપુલ જવસીંગભાઈ કિશોરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લામા છેલ્લા પખવાડિયામા અબળાઑ પર અત્યાચારના બનાવોની ભરમાર સર્જાઈ છે. કારણ કે, ખજૂરીમાં પરિણીતા સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટના બાદ ઉચવાણમા પણ મહિલા અને તેના પતિને માર મારી વાળ કાપી નાખવામા આવ્યા હતા.ફતેપુરાના ઘુઘસમા તાબે ન થતી પરિણીતાની બે વર્ષની બાળકીનુ અપહરણ કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ સીંગવડ તાલુકામા સગીરા પર બે નરાઘમોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ .આ તમામ ઘટનાઓ ભુલાય તે પહેલા જ વધુ એક સગીરા હવસખોરનો શિકાર બનતા ઘણા પ્રશ્નારથો સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...