આયુષ્યમાન કાર્ડ ફળ્યું:બે દિવસનું બાળક યોજનાના સહારે એક પણ રુપિયો ખર્ચ્યા વગર 16 દિવસ દવાખાને રહી સ્વસ્થ થયું

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારની આર્થિક પરિસ્થિતિ નાજૂક હોતા કાર્ડ આશિર્વાદરુપ બન્યું

દાહોદ પાસે રાબડાલમાં લાભાર્થી સગર્ભા મહિલાને આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. જેની તેમને માત્ર બે દિવસ બાદ જ જરૂર પડી ગઇ અને કાર્ડ હોવાથી તેઓ તાત્કાલિક ખાનગી સ્પેશ્યિલિસ્ટ ડોક્ટર પાસે સારવાર મેળવી શકયા અને તેમના નવજાત શિશુની આરોગ્યની રક્ષા કરી શકયા.

પતિ મજૂરી કરતા હોઈ આર્થિક સ્થિતિ નબળી
ઇલાબેન ભુરીયાને સગર્ભા અવસ્થાના આખરી દિવસો ચાલી રહ્યાં હતા અને તેમને રાબડાલના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. તેમના પતિ રાકેશભાઇ મજૂરી કામ કરતા હોય તેમની આર્થિક સ્થિતિ ખાસી નાજુક હતી.

પ્રસુતિ સરકારી સેન્ટરમા થઈ
​​​​​​
​ઇલાબેન ભુરીયા પ્રસુતિની પીડા સાથે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાબડાલ ખાતે પ્રસુતિ થઈ હતી. તેમજ માતા બાળક સ્વસ્થ હોય રજા મેળવીને ઘરે ગયા હતા. પરંતુ ત્યાર બાદ ત્રીજા દિવસે બાળકને તાવની ફરિયાદ સાથે તેઓ પરત આવ્યા હતા. જયાં તપાસ અને નિદાન કરતા બાળકને સ્પેશ્યિલિસ્ટ ડોક્ટરની જરૂર જણાઇ હતી.

આયુષ્યમાન કાર્ડ હોવાથી સારવાર થઈ
ઇલાબેન પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી આ યોજના સાથે જોડાયેલા ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયું હતું. જયાં નવજાત શિશુને 16 દિવસ સુધી સારવાર અપાઇ હતી. આ તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવી લેવાતા રાકેશભાઇને મોટી રાહત થઇ હતી. કારણ કે આટલી લાંબી અને ખર્ચાળ સારવાર માટે તેમની પાસે પૈસા નહોતા. તેમ છતાં ખાનગી સ્પેશ્યિલિસ્ટ ડોક્ટર પાસે તેમના બાળકની સારવાર નિ:શુલ્ક કરાઇ હતી. ઇલાબેન અને રાકેશભાઇએ આફતના સમયે આર્શીવાદ બનનાર આયુષ્યમાન કાર્ડ માટે સરકારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...