ધાનપુર પોલીસને બાતમી આધારે મધ્યપ્રદેશ કતલ માટે ભેંસો લઇ જતી ટ્રકને રોકતા ચાલક કાકડકીલા આઉટ પોસ્ટ ઉપર મુકેલ બેરીકેટીંગને ટક્કર મારી ટ્રક ભાગી મુકતા પોલીસે પીછો કરી મધ્યપ્રદેશની પોલીસને જાણ કરતાં જામ્બુઆ પોલીસ સ્ટાફે રોકી ચાલકને ઝડપી પાડ઼્યો હતો. ધાનપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી કતલના ઇરાદે લઇ જવાતી 16 ભેંસોને મુક્ત કરાવી પાંજરાપોળ મુકવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ધાનપુર પોલીસે કુલ 12,80,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઉધાવળાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ.પટેલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે જીજે-16-વી-4765 નંબરની ટ્રકમાં ક્રુરતા પૂર્વક પશુઓ ભરીને મધ્યપ્રદેશ બાજુ કતલ કરવા માટે લઇ જઇ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કાકડકીલા ચેક પોસ્ટ ઉપર ખાનગી વાહન સાથે પી.એસ.આઇ. તથા સ્ટાફ ઉભા હતા.
ત્યારે બાતમી નંબર વાળી ટ્રક આવતાં રોકવા માટે ચેક પોસ્ટ ઉપર બેરીકેટીંગ કરી ચાલકને ઉભી રાખવાનો સંકેત કરતાં ચાલકે પોતાની ટ્રક પુરઝડપે હંકારી લાવી બેરીકેટને ટક્કર મારી દુર ફંગોળી દઇ ભગાવી મુકતા પોલીસે ટ્રકનો પીછો કર્યો હતો અને મધ્યપ્રદેશની પોલીસને જાણ કરી હતી. મધ્યપ્રદેશની પોલીસે ચોકીના સ્ટાફે ટ્રકને રોકવા છતાં ચાલકે ન રોકતાં આમ્બુઆ પોલીસ સ્ટેશને જાણ કરી હતી. ત્યા
રે આમ્બુઆ પોલીસે ટ્રકને રોકી ધાનપુર પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. બી.એમ.પટેલ તથા સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ટ્રક ચાલક દેવગઢ બારિયાના ઉધાવળા ગામના ઇમ્તીયાઝ સુલેમાન ધાગોડીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે ટ્રક ઉપર બાંધેલી ત્રાડ પત્રી પત્રી છોડી અંદર જોતા ઘાસ પાણીની સગવડ વગર દોરડા વડે ક્રુરતાપૂર્વક મુસ્કેટાટ બાંધી ખીચોખીટ ભરી રાખેલા 16 ભેંસો જોવા મળી હતી.
આમ્બુઆ પોલીસ મથકે ટ્રક લઇ જઇ ક્રુરતાપૂર્વક બાંધેલી રૂા.4,80,000ની ભેંસોને મુક્ત કરાવી પાંજરાપોળમાં મુકવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે રૂા.8,00,000ની સહિત 12,80,000ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી ધાનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.