તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈવ એન્જીયોપ્લાસ્ટી:દાહોદના દર્દીની સારવારનું વિશ્વસ્તરની કાર્ડિયાક કોન્ફરન્સમાં લાઈવ નિદર્શન થયું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વભરના 70 થી વધુ કાર્ડિયોલોજિસ્ટોએ દાહોદના દર્દીની સારવારનું જીવંત પ્રસારણ નિહાળ્યું

દાહોદની હૃદયરોગની સારવાર કરતી જાણીતી હોસ્પિટલ 'રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ' દ્વારા દાહોદના એક દર્દીના હૃદયની OCT (ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી) એન્જીયોપ્લાસ્ટીની સારવાર વિશ્વસ્તરની એક કોન્ફરન્સમાં લાઈવ કરવામાં આવી હતી.

ગુરુકૃપા હાર્ટ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તા.26.8.'21 ની સાંજના સમયે આયોજિત થયેલ વિશ્વભરના હૃદયરોગના અનેક વિશેષજ્ઞોની લાઈવ કોન્ફરન્સમાં દાહોદની રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ પણ સહભાગી બની હતી. વિવિધ તજજ્ઞોના હ્રદયરોગ સંબંધિત વકતવ્યો દરમ્યાન દાહોદના એક દર્દીની વિશેષ ટેકનોલોજીથી એન્જીયોપ્લાસ્ટીની‌ સારવારનું આ કોન્ફરન્સમાં વિશ્વભરમાં લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ લાઈવ એન્જીયોપ્લાસ્ટીની સારવાર રિધમના તબીબો ડૉ અરવિંદ શર્મા અને ડૉ ચિરાગ શેઠે સફળતાપૂર્વક કરી હતી.

પંચર ટુ ક્લોઝર એકેડમી શીર્ષક હેઠળ ગતરોજ રાતના 8.15 થી 9.10 દરમ્યાનના આશરે એક કલાક ઓનલાઇન કોન્ફરન્સમાં જ ચાલેલ સારવારમાં દાહોદની રિધમ હાર્ટ ઇન્સ્ટીટયુટના બે તબીબો દ્વારા હ્રદયરોગની સમસ્યાથી પીડિત અને આ હોસ્પિટલમાં દાખલ દાહોદ શહેરના જ એક દર્દીની એન્જીયોપ્લાસ્ટીની‌ સારવારનું વિશ્વભરના 70 થી વધુ તજજ્ઞોની ઓનલાઈન ઉપસ્થિતિમાં લાઈવ ટેલીકાસ્ટ થયું હતું‌.

રિધમ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ અરવિંદ શર્માના જણાવ્યા અનુસાર દાહોદ શહેર સહિત જિલ્લામાં પ્રથમ જ વખત હ્રદયરોગની સારવાર કાજે લાઈવ એન્જીયોપ્લાસ્ટી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...