તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Total Number Of Active Cases Of Corona Virus In Dahod District Has Reached 300, With 27 New Cases Of Corona In Dahod On Monday.

કોરોનાનાે કહેર:દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત એક્ટિવ કેસની કુલ સંખ્યા 300 થઇ , દાહોદમાં સોમવારે કોરોનાના નવા 27 કેસ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત સપ્તાહથી શરૂ રેપિડ ટેસ્ટના નામ નિયમિત રીતે જાહેર નહીં કરાતાં લોકોમાં કચવાટ

દાહોદ ખાતે સોમવારે પણ કોરોનાના નવા 27 દર્દીઓ નોંધાવા પામ્યા હતા. સોમવારે રેગ્યુલર ટેસ્ટમાં 15 અને રેપીડ ટેસ્ટમાં 12 મળી જિલ્લામાંથી કુલ નવા 27 દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. તા.3 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધનના દિવસે જાહેર થયેલ નવા કોરોના પોઝિટિવ દર્દીઓમાં મનોરમાબેન અગ્રવાલ, રબાબબેન લુખડીયા, કાંતાબેન ચૌહાણ, મેઘાબેન દેસાઈ, મહેશભાઈ શ્રીગોડ, મનોજભાઈ શ્રીગોડ, ગજાનનબેન શ્રીગોડ, જશવંતભાઈ ગારી,મનીષ ભાષણી, અલીઅસગાર હોંશિયાર, અજયભાઈ પંચાલ, નવનીતલાલ પંચાલ, દીપકભાઈ લખારા, સોનુબેન લખારા, નરેશભાઈ પંચાલ, સવિતાબેન નામખેડ, જેહરાબેન જીનીયા, સન્ની સોલંકી, પ્રદીપભાઈ ભગત, સુરેખાબેન ભગત, કીર્તિબેન દેસાઈ, ખુશાલ શેઠ, પરેશ મોઢીયા, ફાતેમા સાયકલવાલા, મકનીબેન પરમાર, વિશાલ સાલીયા, યશ લીમડીવાલા સહિત કુલ 27 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા.

હાલમાં 313 કેસો એક્ટીવ છે તો મૃત્યુનો આંક 40 થવા પામ્યો છે. સોમવારે જાહેર થયેલ 27 પોઝિટિવ પૈકી 16 દાહોદના છે. અને આ સાથે દાહોદ શહેરી વિસ્તારના કોરોના પોઝિટિવ વ્યક્તિઓનો આંક 470 થવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે ગત સપ્તાહથી આરંભ કરવામાં આવેલા રેપીડ ટેસ્ટના નામ નિયમિત રીતે જાહેર નહીં કરવામાં આવતાં લોકોમાં કચવાટ જન્મવા પામ્યો હતો.

દાહોદ શાહેર અને જિલ્લાના અનેક કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમને બીજા દિવસે કોવિડ કેર સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હોવા છતાં અને ખાસ તો તેમના રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યાની જાણ તેમના સ્વજનો દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ તંત્ર દ્વારા તેમના નામ જાહેર કરવામાં આવતા ન હોવાના કારણે લોકોમાં જબરજસ્ત ઊહાપોહ થવા પામ્યો હતો. જોકે બાદમાં છેલ્લા બે દિવસથી રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલ લોકોની સૂચિ જાહેર કરાતી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...