ચોરી:ઝાલોદ મુવાડાની સીયોન સોસા.માં રૂપિયા 1.87 લાખની મતાની ચોરી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ ચોરાઇ

ઝાલોદ મુવાડાની સીયોન નગર સોસાયટીમાં ગતરાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટો તથા તિજોરીના તાળા તોડી તેમાં મૂકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી 1.87 લાખની મત્તા ચોરી લઇ ગયા હતા.

ઝાલોદ મુવાડા ખાતેની સીયોન નગર સોસાયટીમાં ગતરાત્રે ત્રાટકેલા તસ્કરોએ શિલ્વાસન ઓનીસીમસભાઇ ચરપોટના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટો તથા તિજોરીના તાળા તોડી તેમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તથા 50,000ની રોકડ મળી કુલ 1,87,000ની મત્તા ચોરીને લઈ ગયા હતા.

શિલ્વાસન ઓનીસીમસભાઇ ચરપોટ બહાર ગામથી પરત ઘરે આવ્યા ત્યારે દરવાજાનું તાળું તથા ઘરમાનાં કબાટો અને તિજોરી તૂટેલા જોવા મળતાં તેઓને ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી આ સંબંધે શિલ્વાસન ઓનીસીમસભાઇ ચરપોટે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી અને ડોગ સ્કવોર્ડ તથા એફ.એસ.એલની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...