તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દાહોદમાં કૂવામાં ભૂસકો મારતાં કિશોર ડૂબ્યો

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
દાહોદ શહેરમાં ધુળેટીના દિવસે કિશોર કૂવામાં ડૂબી જતાં તેનો મૃતદેહ ફાયર વિભાગ દ્વારા શોધવામાં આવ્યો. - Divya Bhaskar
દાહોદ શહેરમાં ધુળેટીના દિવસે કિશોર કૂવામાં ડૂબી જતાં તેનો મૃતદેહ ફાયર વિભાગ દ્વારા શોધવામાં આવ્યો.
 • ધૂળેટી પર્વની મજા માણવામાં બનેલી ઘટનાથી ગારખાયાના લોકોમાં શોક ફેલાયો
 • પાંચ મિત્રો હાઇવે પર ગુડલક માર્કેટ-2 પાસે આવેલા કૂવા પર મોજ માટે ગયા હતા

દાહોદ શહેરમાં ઇન્દોર હાઇવે સ્થિત બાલાજી હોટલ પાસે ધુળેટીની મજા માણતાં પાંચ મિત્રોએ કૂવામાં ધુબાકા માર્યા હતાં. તેમાં એક 16 વર્ષિય કિશોરનું ડૂબી જવાને કારણે મોત થઇ જતાં ગારખાયા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. કૂવામાં ગરકાવ કિશોરનો મૃતદેહ ફાયર વિભાગ દ્વારા શોધવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતાં 16 વર્ષિય ધીરજભાઇ રાજુભાઇ બારિયા સહિત પાંચ મિત્રો ઇન્દૌર હાઇવે સ્થિત બાલાજી હોટલ નજીક ગુડલક માર્કેટ-2 નજીક આવેલા કુવે મોજ માટે ગયા હતાં. પાંચેય મિત્રોએ કૂવામાં ધુબાકા માર્યા હતાં. જેમાં કોઇ કારણોસર ધીરજભાઇ ડૂબી ગયા હતાં. મિત્રોએ ધીરજને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયા ન હોવાનું જાણવા મળ્યું છે.

ગભરાઇ ગયેલા મિત્રોએ જ ધીરજના ઘરે જાણ કરતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટના સ્થળે ફાયર વિભાગના જવાનો પણ આવી જતાં તેમને જહેમત બાદ કૂવામાં ગરકાવ થયેલો ધીરજનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો