તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દાહોદના અન્ડર બ્રિજ પર થયેલા અકસ્માતમાં શિક્ષિકા ઇજાગ્રસ્ત

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 બાઇક વચ્ચે અકસ્માત: પટકાતાં માથા તથા નાકમાં ઇજા

દાહોદના ગલાલિયાવાડની સાંઇખુશી સોસાયટીમાં રહેતા અને કતવારા પ્રા.શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી કરતાં હરેશ્વરીબેન હર્ષિલકુમાર ભાભોર શનિવારના રોજ બપોરના સમયે સ્ટાફના શિક્ષક મહેશભાઇ પટેલની બાઈક ઉપર બેસી સ્કૂલેથી પરત આવતા હતા.

તે દરમિયાન 12.30 વાગ્યાના અરસામાં ચાકલિયા રોડ અંડરબ્રિજ ઉતરતા સામેથી આવતી બાઈકના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી અથડાવી અકસ્માત કરતાં મહેશભાઇની બાઈકને આગળના ભાગે નુકસાન કરી ભાગી ગયો હતો. અકસ્માતમાં હરેશ્વરીબેન નીચે પટકાતા માથાના ભાગે ઇજાઓ થતાં મહેશભાઇએ 108ને જાણ કરી બોલાવી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તપાસ કરતાં માથાના ભાગે ફ્રેક્ચર અને નાક પર બે ટાંકા લીધા હતા અને વધુ સારવાર માટે ખાનગી દવાખાને લઇ ગયા હતા. અકસ્માત સંદર્ભે હર્ષિલકુમાર અનુભાઇ ભાભોરે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધાવતાં દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...