તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:સંજેલી-કડવાનાપડ ખાતે TDO એ ગૌચર પર થયેલા દબાણની મુલાકાત લેતા ફફડાટ

દાહોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંજેલી TDOની પ્રથમ દિવસે જ મુલાકાત ; અરજદારોની અરજીઓનો નિકાલ કરવા સૂચના

છોટાઉદેપુર ખાતે ઘરઘંટી પ્રોજેક્ટમાં સફળતા મેળવી દિલ્હી ખાતે સ્કોચ એવોર્ડ મેળવનાર આશ્રમ શાળા અધિકારીએે સંજેલી તાલુકા વિકાસ અધિકારી નો 31મી ને સોમવારના રોજ ચાર્જ સંભાળતા જ કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.સરોરી PHC સંજેલી સર્વે નં 117 તેમજ કડવાનાપડ ના ગૌચર પર થયેલા દબાણ ની મુલાકાત લીધી હતી. બુધવારના હિરોલા ખાતે મનરેગા યોજના હેઠળ તળાવ અને સામૂહિક કુવાની સ્થળ મુલાકાત લીધી હતી.સક્રિય અધિકારીના આગમનથી જ તાલુકામાં દબાણકર્તાઓ અને કામમાં લાપરવાહ કર્મચારીઓ અને કાગળ પર કામ કરનારાઓ માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

પંચાયત વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના સંજેલી ખાતે હરેશભાઇ મકવાણાને તાલુકા વિકાસ અધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા. ડાયરેક્ટ ડેપ્યુટી કલેકટર તરીકે ભરતી થયેલ હોય સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ 53 દિવસ માટે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવવાની હોય છે.

પંચાયત વિભાગ દ્વારા હરેશ મકવાણાની સંજેલી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જે બાદ 31-05-2021 હાજર થઈ સો પ્રથમ સ્ટાફ મિટિંગ બોલાવી હતી.ત્યાર બાદ દરેક શાખાઓની જેમકે મનરેગા,સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) મિશન મંગલમ,ICD, IRD, શિક્ષણ વહીવટી, હિસાબી, PMAY (ગ્રામીણ), આંકડા ખેતીવાડી, બાંધકામ વિવિધ શાખાઓની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા હતા અરજદારોની અરજીઓનો ત્વરિત નિવારણ લાવી વધુ માં વધુ લાભાર્થીઓ યોજનાનો લાભલે ઝડપી અરજીઓનો નિકાલ કરવા તત્પરતા દાખવે તે માટે સંબંધિત કર્મચારીઓને સૂચના આપી હતી.

સરોરી ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર મુલાકાત લીધી હતી અને ડોકટર, સ્ટાફ, નર્સ, સાથે વાર્તાલાપ કરી ચિતાર જાણ્યો હતો, તે બાદ કડવાના પડ ગામે ગામમાં જાહેર રસ્તા પર કરેલ દબાણની સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. તાલુકા વિકાસ અધિકારી મકવાણાની સ્થળ વિઝિટને કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાઇ ગયેલો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...