શાળામાં કોરોનાનો પ્રવેશ:દાહોદની લીટલ ફ્લાવર સ્કુલમાં વિદ્યાર્થી પોઝિટિવ, નવી સુચના ન મળે ત્યાં સુધી શાળા બંધ રહેશે

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક આલમમા ફફડાટ ફેલાયો

દાહોદ શહેરની એક અંગ્રેજીમાધ્યમની પ્રાથમિક શાળામાં આજે એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા સમગ્ર શાળાા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ફફડાય ફેલાયો છે.

સમગ્ર દેશમાં હાલ 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે રક્ષણ મેળવવા રસી મુકવામાં આવી રહી છે. બાળકો પણ ઉત્સાહભેર ભાગ લઈ વેક્સિનેશન કરાવી રહ્યા છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ બાળકોને પણ વેક્સિનેશન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજરોજ દાહોદ શહેરની એક અંગ્રેજી માધ્યમની લીટલ ફ્લાવર શાળામાંથી એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા શાળામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

વિધાર્થી પોઝિટિવ આવતાં આજે એટલે કે 5 જાન્યુઆરીથી અગામી સુચના ન મળે ત્યાં સુધી આ શાળા બંધ રહેશે. વિદ્યાર્થીઓને પહેલાની જેમ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...