દાહોદ શહેર સહિત જિલ્લામાં સક્રીય બનેલી બાઈક ચોર ટોળકીઓએ વાહન માલિકોની ઉંઘ હરામ કરી નાંખી છે. અને પોલીસના સઘન રાત્રી પેટ્રોલીંગના ધજાગરા ઉડાવી દીધા છે. ત્યારે સોમવારના રોજ દાહોદ શહેરમાંથી બે બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે મંગળવારે પણ મોટીખરજમાંથી એક, બાવકામાંથી 1 અને માતવાથી એક બાઇક ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. જ્યારે પાછલા ત્રણ દિવસમાં જ સાત બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ છે.
દાહોદ શહેરમાંથી બે બાઈક ચોરાઈ હતી
દાહોદ શહેર સહિત જિલ્લામાં સક્રીય બનેલી બાઈક ચોર ટોળકીઓએ વાહન માલિકોની ઉંઘ હરામ કરી નાંખી છે. અને પોલીસના સઘન રાત્રી પેટ્રોલીંગના ધજાગરા ઉડાવી દીધા છે. ત્યારે સોમવારના રોજ દાહોદ શહેરમાંથી બે બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે મંગળવારે પણ ત્રણ બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.
ઘર આગળ જ બાઈકો પાર્ક કરેલી હતી
જેમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામના વિજયકુમાર રાજુભાઇ ભુરાએ તા.15 નવેમ્બરના રોજ રાત્રે પોતાની 20,000 રૂપિયાની કિંમતની જીજે-20-એડી-7541 નંબરની, બાવકા ગામના પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઇ ધનાભાઇ પરમારે તા.17 નવેમ્બરના રોજ રાત્રે પોતાની રૂા.20,000 કિંમતની જીજે-20-એલ-3367 નંબરની તથા મોટીખરજ ગામના તળાવ ફળિયામાં રહેતા કમલેશભાઇ રતનાભાઇ સંગાડાએ તા.3 ડિસેમ્બરના રોજ રાત્રે પોતાની 20,000 રૂ.ની કિંમતની જીજે-20-એએસ-4844 નંબરની બાઇક પોત પોતાના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી મુકી હતી.
અંતે પોલીસ ફરિયાદો નોંધાવાઈ
તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમોએ આ ત્રણેય બાઇકોને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે ઘર આગળ બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં તથા ગામમાં શોધખોળ કરી હતી પરંતુ આજદિન સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી ત્રણેય વાહન માલિકોએ પોલીસ ફરિયાદ નોંધાવતાં જેસાવાડા પોલીસ અને દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.