મહિલા પર અત્યાચાર વણથંભ્યો:મોટાસલરામાં ઘર આગળથી નીકળવા મુદ્દે લાકડી મારી મહિલાનો હાથ ભાંગ્યો

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાળો બોલવાની ના પાડતાં લાકડીથી હુમલો કરી ધમકી આપી
  • બનાવ સંદર્ભે​​​​​​​ ગામના કુટુંબી શખ્સ સામે ગુનો નોંધાવ્યો

ફતેપુરાના મોટા સલરા ગામે ઘર પાસેથી નીકળવા મુદ્દે તકરાર થતાં લાકડી મારી એક મહિલાનો હાથ ભાંગી નાંખી તેમજ ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં એક શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામના રમેશચંદ્ર ભલાભાઈ વસુન ગામના રણજીતભાઈ વસુનની છોકરી તારાબેનને ઘરે જઈ કહેવા લાગેલ કે તમને અમારા ઘર પાસેથી નીકળવાની ના પાડવા છતાં કેમ નીકળો છો તેમ કહેતા તારાબેનની માતા નંદાબેન ગાળો બોલવાનીના પાડતાં રમેશચન્દ્ર વસુન એકદમ ઉશ્કેરાઇ જઇ નંદાબેનને ડાબા હાથની કોણીના નીચેના ભાગે લાકડીના ફટકા મારી ગંભીર ઈજા કરી હાથ ફ્રેક્ચર કર્યો હતો.

તેમજ નંદાબેન નીચે પડી જતાં ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ સંબંધે તારાબેને રણજીતભાઇ વસુને હુમલાખોર વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...