• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Self reliant Village Yatra Will Start Tomorrow In Dahod As Part Of The Nectar Festival Of Self reliant Indian Independence.

આત્મનિર્ભર ગ્રામ યાત્રા:આત્મ નિર્ભર ભારત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદમાં આવતી કાલે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ થશે

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે તા. 18 નવેમ્બરથી ત્રી-દિવસીય યાત્રાનો મહાનુભાવો પ્રારંભ કરાવશે જિલ્લામાં ત્રણ દિવસમાં 557 ગામોમાં પાંચ રથો જનજન સુધી પહોંચાડશે વિકાસકાર્યો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં યોજાનારી આત્મનિર્ભર ગ્રામ યાત્રા નિમિતે દાહોદ જિલ્લામાં પણ તા. 18થી 20 નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ સ્વામી વિવેકાનંદ સંકુલ, દાહોદ ખાતેથી તા. 18 નવેમ્બરે સવારે 9 વાગે સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વમંત્રી અને ધારાસભ્ય બચુભાઇ ખાબડ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા સહિતના મહાનુભાવો પાંચ રથોને પ્રસ્થાન કરાવી કરાવશે.

આ ત્રણ દિવસીય પ્રજાકલ્યાણલક્ષી કાર્યક્રમમાં દાહોદની જિલ્લા પંચાયતની તમામ બેઠકોને આવરી લેવાશે. જેમાં જિલ્લાના 557 ગામોમાં વિવિધ યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ સહાયતા મંજૂરી પત્રકો વિતરિત કરાશે. જેમાં વિવિધ વિભાગો દ્વારા પૂર્ણ કરાયેલા રૂ. 4644 લાખના 2760 વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. તેમજ રૂ. 23, 155.89 લાખનાં 4679વા વિકાસકાર્યોનો પ્રારંભ કરાવાશે. આ ઉપરાંત વિવિધ યોજનાઓ અંતર્ગ 4030 લોકોને રૂ. 1542.17લાખની સહાય આપવામાં આવશે.

આ યાત્રા અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં જુદા જુદા ગામોમાં રમતગમત તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાશે. સ્વચ્છ ભારત મીશન અંતર્ગત ગામેગામ સ્વચ્છતા અભિયાન ચલાવાશે. આ ઉપરાંત પોષણયુક્ત ગુજરાત અંગે સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, 3 વર્ષ સુધીનાં બાળકો, 3 થી 5 વર્ષના બાળકો માટે પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર અંગેની સમજ, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયતી ખેતી અંગેની સમજ, વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલન અંગેની સમજ, પશુ રસીકરણ, કૃત્રિમ વીર્યદાન, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગેની જરૂરિયાત અંગે સમજ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...