આકાશી આફત:દેવગઢ બારિયાના હરિઓમ નગરમાં બપોરે વીજળી પડતાં મકાનની છત તૂટી

બારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપોરના સમયે ઘટના ઘટતાં ભયનો માહોલ : નુકસાનના વળતર માટે રજૂઆત કરાઇ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં બપોરના સમયે એકાએક જ આકાશમાં ગડગડાટ સાથે હરિઓમ નગર વિસ્તાર સ્થિત એક મકાન ઉપર વીજળી પડતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.વીજળી પડી હતી તે ઘરની દિવાલ તુટવા સાથે તીરાડો પડી ગઇ હતી. આ સાથે વિસ્તારના લોકોના ઘરમાં વીજ ઉપકરણો પણ ઉડી ગયા હતાં. રહિશો દ્વારા નગર પાલિકામાં વળતર માટે લેખિત રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

દેવગઢ બારિયા નગરમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પણ પડ્યો હતો. બપોરના અઢી વાગ્યાના અરસામાં એકાએક વાતાવરણ બદલાતા વરસાદ ચાલુ હતો તે વખતે નગરના હરિઓમ નગરમાં રહેતાં હંસાબેન ગણપતભાઇ પટેલના ઘર ઉપર વીજળી પડી હતી. જોકે, તે સમયે આ ઘર બંધ હોવાનું જાણવા મળ્યુ છે. વીજળીના કડાકાના અવાજથી દેવગઢ બારિયા નગરમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.કેટલાંક લોકો અવાજને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતાં. હરિઓમ નગરમાં જે ઘર ઉપર વીજળી પડી હતી. તેની ઉપરના ભાગે ડાબી તરફની દિવાલ તુટી જવા સાથે મકાનમાં તીરાડો પણ પડી ગઇ હતી. વીજલી પડતાં આસપાના ઘરોમાં પણ નુકસાન સાથે વીજ ઉપકરણો ઉડી ગયા હતાં. આ મામલે સોસાયટીના રહિશોએ નગર પાલિકામાં લેખિત રજૂઆત કરીને સ્થળ તપાસની માગ સાથે નુકસાનીનું વળતર ચુકવવાની પણ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...