નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરી:25 રૂપિયામાં પડતું ક્વાર્ટર હોલસેલમાં 84 રૂપિયામાં વેચવાનો કીમિયો હતો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 48 નંગ ક્વાર્ટરની 1 પેટીનું હોલસેલમાં 4000માં વેચાણ
  • રીટેલમાં 1 ક્વાર્ટરની કિંમત 200 રૂપિયા લેવામાં આવતી

છાપરીમાં શુક્રવારે નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરી પકડાઇ હતી. ત્યારે નકલી દારૂ કઇ પદ્ધતિથી બનાવાતો હતો તેનું દિવ્ય ભાસ્કર દ્વારા ઇન્વેસ્ટીગેશન કરાતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં પ્રથમ 200 લી. ROનું પાણી ડ્રમમાં ભરી રોયલ સ્ટેગ દારૂના રંગ જાળવી રાખવા માટે તેમાં માત્ર 3 ગ્રામ જ પાવડર નાખે છે.

જોકે, અહીંથી પાવડરનો કોઇ જથ્થો મળ્યો નથી. બાદ આ રંગવાળા પાણીના 40-40 લી.ના કારબા ભરતા હતાં. દારૂ પીનારને નશો કરાવવા માટે 40 લીટર કલરવાળા પાણીમાં માત્ર 1 લીટર કેમીકલ નાખતો હતો. દારૂનો સ્વાદ મેન્ટેન રાખવા માટે પણ કેમીકલ નખાતુ નહતું. જોકે, તે કેમીકલ પણ અહીં મળ્યો નથી.

આ પૂર્વે ભંગારમાંથી લવાયેલી બોટલ ધોઇને તૈયાર રખાતી હતી. દારૂ તૈયાર થતાં તેને ખાલી બોટલોમાં ભર્યા બાદ રેપર અને ગરમ કર્યા બાદ બુચ મારતાં રોયલ સ્ટેગનો ક્વાર્ટર તૈયાર થતો હતો. બાદ રોયલ સ્ટેગ માર્કાવાળા બોક્સમાં 48 બોટલો પેક કરાતી હતી. શરાબ શોખિનોનો ભલે જીવ જાય પણ ટુંક સમયમાં ધનપતિ થવા માત્ર ~25માં પડતા ક્વાર્ટરની 48 નંગની 1 પેટી બનાવી તેને 4000માં હોલસેલના ભાવે સેલ કરવાનો કિમીયો રચાયો હતો.

પત્રકાર, પોલીસ પુત્ર, ફોટોગ્રાફરની ત્રિપૂટી
નકલી દારૂ બનાવતી ફેક્ટરી ધમધમાવતી ત્રિપુટીમાં શબ્બીર મોઢીયા જાતને પત્રકાર કહેવડાવતો હતો. અમીત પારેખના પિતા પોલીસ વિભાગમાંથી નિવૃત છે. અમિત થોડા સમય પહેલાં ગોધરામાં દારૂની હેરાફેરીમાં પકડાતા જામીન મુક્ત થઇને આવ્યો છે. સુખસરના ફોટોગ્રાફર કલ્પેશ દરજીની સાસરી લીમખેડા છે જ્યાં ફોટો સ્ટુડીયો શરૂ કર્યો છે. દસ વર્ષ પહેલાં સુખસર સ્થિત ફોટો સ્ટુડિયોમાં બે હજારની નકલી નોટ છાપવાના પ્રકરણમાં તે પકડાયો હતો.

વેચાણમાં ભાગ હતો કે પગાર આપતાં એ તપાસનો વિષય
નકલી દારૂ બનાવવા માટે નિષ્ણાંત એવા બાંસવાડાના યુવકને ઉપયોગમાં લેવામાં આવતો હતો. રાજસ્થાની યુવકને દારૂ બનાવવા માટે મહેનતાણું અપાતું હતું કે તેમનો વેચાણમાં ભાગ હતો તે પોલીસની પુછપરછ બાદ જ જાણી શકાય તેમ છે.

કેમિકલ ઇથેનોલ આલ્કોહોલ હોવાની શંકા
કેમીકલ ઇથેનીલ આલ્કોહોલ હોવાની શંકાઓ છે. ફેક્ટરીમાં મોકલાતા આ કેમીકલની ટેન્કરોમાંથી ચોરી કરીને આ કામ થતુ હોવાનું ભૂતકાળમાં જે ફેક્ટરીઓ પકડાઇ તેમાંથી સામે આવ્યુ છે. છાપરીમાંથી પકડાયેલુ આ કયુ કેમીકલ છે તે Lના રિપોર્ટ બાદ જાણી શકાશે તેમ SOG PI એચ.પી કરેણે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...