તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, The Quality Of Toned Milk Turned Out To Be Low, Costing Traders And Producers Rs. A Fine Of Rs 1 Lakh 5 Thousand Was Imposed

ભેળસેળ ભારે પડી:​​​​​​​દાહોદમાં ટોન્ડ મિલ્ક ગુણવત્તામાં હલકું નીકળ્યું, વેપારી અને ઉત્પાદકને રૂ. 1 લાખ 5 હજારનો દંડ ફટકારાયો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હલકી ગુણવત્તાના કાળા મરી વેચતા લીમડીના વેપારીને પણ દંડ

દાહોદમાં વેચાતા પાલીવાલ ફ્રેશ ટોન્ડ મિલ્ક નિયત ગુણવતાના માપદંડોમાં ઉણું ઉતરતા તેના વિક્રેતા અને ઉત્પાદકોને દંડ ફટકારવામાં આવ્યા છે. તથા લીમડીના કરિયાણાના વેપારીને સબસ્ટાન્ડર્ડ કાળા મરી વેચવા બદલ દંડ કરાયો છે.

દૂધ હલકી ગુણવત્તાનું ફલિત થતા કેસ દાખલ કરવામાં આવ્યો

નગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર પી.આર.નગરાવાલાએ ગત્ત જાન્યુઆરી-2020માં ચાકલિયા રોડ સ્થિત રામપ્યારી પ્રોવિઝન સ્ટોર ખાતેથી પાલીવાલ ફ્રેશ હોમોજીનાઇઝડ ટોન્ડ મિલ્કના નમુના લીધા હતા. આ નમૂના પૃથક્કરણ માટે ભૂજ સ્થિત ફૂડ એનાલિસ્ટને મોકલવામાં આવ્યા હતા. જેમાં આ દૂધનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાં આવતા આ ટોન્ડ સબસ્ટાન્ડર્ડ સાબિત થયું હતું. ફૂડ સેફ્ટીના નિયમો મુજબ દૂધમાં મિલ્ક સોલીડ નોટ ફેટ 8.5 ટકા હોવું જોઇએ. તેના બદલે પાલીવાલ ફ્રેશ હોમોજીનાઇઝડ ટોન્ડ મિલ્કમાં 8.03 ટકા ફેટ હતા. આ દૂધ હલકી ગુણવત્તાનું ફલિત થતા તેની સામે દાહોદમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કાળા મરીમાં લાઇટ બેરીઝનું પ્રમાણ 5 ટકાને બદલે 6.8 ટકા જણાયું

નિવાસી અધિક કલેક્ટર અને એજ્યુડીકેટિંગ ઓફિસર મહેશ દવેએ આ કેસ ચલાવી લઇ હકીકતોને ધ્યાને લઇ દુકાનના માલિક વિનોદભાઇ ગારી ઉપરાંત ઉત્પાદક પેઢીના નોમિની અમિતભાઇ પટેલ તથા લુણાવાડા સ્થિત ઉત્પાદક કંપની પાલીવાલ મિલ્ક પ્રોડક્ટને કુલ મળી રૂ. 1 લાખ 5 હજારનો દંડ ફટકાર્યો છે. અન્ય એક કેસમાં લીમડી સ્થિત કરિયાણાના વેપારી જોહરભાઇ હસનભાઇ બિલવાનીવાળાને ત્યાંથી ફૂડ સેફ્ટી ઓફિસર એન.આર.રાઠવાએ કાળા મરીના નમૂના લીધા હતા. જે ભૂજ સ્થિત પ્રયોગશાળામાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા. એમાં કાળા મરીમાં લાઇટ બેરીઝનું પ્રમાણ 5 ટકાને બદલે 6.8 ટકા જણાયું હતું. અને સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા હતા. કેસમાં પણ વેપારીને રૂ.22 હજારનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...