પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 11મી સપ્ટેમ્બરે દાહોદમાં કાર્યક્રમ યોજાશે

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમના સુચારૂ આયોજન-સંચાલન માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આગામી તા. ,11 સપ્ટેમ્બર, રવિવારે દાહોદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આર્થિક સ્થિતિ ઉન્નત બને અને નાગરિકોના સુસ્વાસ્થ્ય માટે ગામ દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહ્વાન કર્યું છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રે રવિવારે યોજાનારા ‘‘પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે પરિસંવાદ’’માં મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી બને એ માટેનું આયોજન કર્યું છે.

કલેક્ટરે બેઠક બોલાવી આયોજન કર્યુ
જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ગુરૂવારે યોજાયેલી બેઠકમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ માટેનું આયોજન કરાયું હતું. રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાનારો આ પરિસંવાદ આગામી રવિવારે દાહોદ નગરનાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આવેલા પંડિત દિનદયાલ સભાગૃહ ખાતે યોજવામાં આવશે. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા સહિતના મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ માટેની તમામ વ્યવસ્થાઓનું આયોજન બેઠકમાં કરવામાં આવ્યું હતું.

અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપી
કલેક્ટર ડો. ગોસાવીએ કાર્યક્રમના આયોજન બાબતે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ અધિકારીઓને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિએ ખેડૂતોના આર્થિક ઉપાર્જનને બમણું તો કરશે જ તેમજ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પ્રાકૃતિક કૃષિ ખૂબ જ મહત્વની છે ત્યારે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં વધુમાં વધુ ખેડૂતોને સહભાગી થાય એ માટે અધિકારીઓને જણાવ્યું હતું.બેઠકમાં એએસપી જગદીશ બાંગરવા, ડીઆરડીએ નિયામક, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એલ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...