તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસ વાનમાંથી ભાગવાની કેદીની કોશિશ નિષ્ફળ રહી

દાહોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ધક્કો મારી જતાે કેદી પોલીસની સતર્કતાથી ઝબ્બે
 • જામીન માટે મામલતદાર કચેરીએ લઇ જતા હતા

દાહોદના આંબેડકર ચોક પાસેથી પસાર થતી પોલીસવાનમાંથી કેદીની ભાગવાની કોશિશને ઉપસ્થિતોની મદદથી પોલીસકર્મીઓએ નિષ્ફળ બનાવી હતી.

દાહોદની જેલમાં 151 અને 107 કલમ હેઠળ ઝડપાયેલ આરોપી જુઝારસિંગ બારૈયાને તેના જામીન માટે આવેલ વ્યક્તિની સાથે જામીન લેવા માટે તા.2 એપ્રિલની સાંજે 5 ના સુમારે ગઢીના કિલ્લામાં આવેલ મામલતદાર કચેરીએ લઇ જવાતો હતો ત્યારે શહેરના ચૌધરી કોમ્પ્લેક્ષ નજીક આવેલ આંબેડકર ચોક પાસે આવેલ ઝેરોક્ષ સેન્ટરમાંથી ઝેરોક્ષ કઢાવવાના આશયે પોલીસવાનને ઉભી કરવા ધીમી કરાતા જ તેમાંથી ઉક્ત આરોપીએ વાનમાં પાછળના ભાગે બેઠેલા પોલીસકર્મીને ધક્કો મારીને કૂદીને ભાગવાની કોશિશ કરી હતી. જો કે આ સમયે આસપાસ ઉભેલા લોકો પણ દોડી જતા જામીન આપવા આવેલ વ્યક્તિ અને પોલીસકર્મીઓએ સતર્કતા દાખવીને આ આરોપીને સત્વરે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો