તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાયલોટિંગ કરી બાઇક પર દારૂ લઇને આવતો ખેપિયો ઝડપાયો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • જથ્થો ભરી આપનાર બાઇક પર પાયલોટિંગ કરતો હતો
  • 51 હજારનો મુદ્દામાલ કબજે લઇ બે સામે ગુનો નોંધાવાયો

દાહોદના પંડ્યા ફાર્મ પાસેથી પાયલોટીંગ કરી મોટર સાયકલ ઉપર દારૂનો જથ્થો લઇ આવતાં એક ખેપિયો ઝડપાયો હતો. દારૂ મોટર સાયકલ મળી 51,160નો મુદ્દામાલ કબ્જે લઇ ખેપિયા તથા જથ્થો ભરી પોતાની મોટર સાયકલ ઉપર પાયલોટીંગ કરનાર સામે દાહોદ શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. દાહોદ તાલુકાના ખરેડી ગામના નવાત્રા ફળિયામાં રહેતો કિરણ દુધેસિંગ કલારા પોતાની મોટર સાયકલ ઉપર ખરેડીના ઇલાશ ગુલજી મોહનિયાએ ભરી દારૂનો જથ્થો ભરી આપી તેની પોતાની મોટર સાયકલ ઉપર પાયલોટીંગ કરી આવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ગતરાત્રીના 8.45 વાગ્યાના અરસામાં પંડ્યા ફાર્મ નજીક વોચમાં ઉભા હતા.

ત્યારે બાતમી વાળી મોટર સાયકલ આવતાં કિરણ દુધેસિંગ કલારાને ઉભો રાખી તેની મોટર સાયકલ ઉપર બાંધેલા થેલાની તલાસી લેતા તેમાંથી બિયરની ચાર પેટી તથા છુટ્ટી બોટલો મળી કુલ 202 નંગ બોટલ જેની કિંમત 26,160ના જથ્થો મળી આવ્યો હતો. દારૂ તથા 25,000 કિંમતની મોટર સાયકલ મળી 51,160ની કિંમતનો મુદ્દામાલ કબજે લઇ કિરણ દુધેસિંગ કલારાની ધરપકડ કરી તેની સામે તથા જથ્થો ભરી આપી પોતાની બાઇક ઉપર પાયલોટીંગ કરનાર ઇલાશ ગુલજી મોહનીયા વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો