ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે તેરગોળા ફળિયામાં રહેતા છગનભાઈ રૂપાભાઈ બરજોડે ગત તા.18 ઓગષ્ટના રોજ પોતાના જ ફળિયામાં રહેતા લસાભાઈ નાથુભાઈ બરજોડ સાથે કોઈ બાબતે ઝઘડો તકરાર કરી ઝપાઝપી કરીને એકદમ ઉશ્કેરાઈ જઈ લસાભાઈને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેતા લસાભાઈને ગંભીર હાલતમાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સંબંધે કિડીયાભાઈ નાથુભાઈ બરજોડે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.