• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Owner Of A Memorable Hotel In Dahod, Who Sells Inedible Sweets, Was Sentenced To One Month Imprisonment And Fined Rs. A Fine Of 75 Thousand

અખાદ્ય પદાર્થોના વેચાણ સામે લાલ આંખ:અખાદ્ય મીઠાઇ વેચનારા દાહોદની યાદગાર હોટલના માલિકને એક મહિનાની કેદ અને રૂ. 75 હજારનો દંડ

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારી સામે કડક કાર્યવાહી ​​​​​​​

દાહોદ જિલ્લામાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે. દાહોદની યાદગાર હોટલમાંથી મીઠાઇનો નમુનો અસલામત સાબિત થતા હોટલના માલિક ઇકબાલભાઇ શેખને એક મહિનાની કેદ અને રૂ. 75 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદનાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દાહોદની યાદગાર હોટલમાંથી વિક્રેતા અબ્દુલ કુંદાણા પાસેથી લાલ ગુલાબની મીઠાઇનો નમૂનો લઇ ભુજ ખાતેની લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલાયો હતો. જે નમૂનો અનસેફ ફુડ જાહેર થયો હતો.

ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દાહોદ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો ચૂકાદો ગત તા. 5 મેના રોજ દાહોદના એડિશ્નલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા અપાયો હતો અને યાદગાર હોટલના માલિક ઇકબાલભાઇ શેખને એક મહિનાની કેદ અને રૂ. 75 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ દોઢ મહિનાની કેદનો હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...