દાહોદ કોરોના LIVE:જિલ્લામાં દરરોજ કોરોના કેસમાં વધારો, ગુરુવારે 39 કેસ નોંધાયા

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગઇકાલે દાહોદ શહેરમાં 25 લોકો પોઝિટિવ આવ્યા

દાહોદ જિલ્લામાં દરરોજ કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગુરુવારના રોજ દાહોદ શહેરના 25 સાથે આખા જિલ્લાના 39 કેસ પ્રકાશમાં આવતાં પુન: એક વખત ખળભળાટ મચી ગયો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા 1907 લોકોનો આરટીપીસીઆર અને 608 લોકોનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં દાહોદ શહેરમાં 25 લોકો પોઝિટિવ આવ્યા હતાં. આ સાથે દાહોદ ગ્રામ્યમાં પણ 4, ઝાલોદ નગરમાં 1, ઝાલોદ ગ્રામ્યમાં 6, દે.બારિયા ગ્રામ્યમાં 2 અને ગરબાડામાં 1 કેસ નોંધાયો હતો.

જિલ્લામાં ગુરુવારના રોજ 15 લોકો કોરોનામાંથી સાજા થયા હતાં. ત્યારે આ 35 કેસના વધારા સાથે જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 183 ઉપર પહોંચી હતી. રેલવે કર્મચારીઓ સાથે ઝાયડસમાં ફરજ બજાવતા લેબ ટેક્નિશ્યન અને ફાર્માસિસ્ટ પણ પોઝિટિવ આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...