તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદ:દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ દ્વારા નવી ટીમની જાહેરાત કરાઇ

દાહોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 જિ. ઉપપ્રમુખ, 2 મહામંત્રી બદલાયા, 7 મહિલાનો આંક જાળવ્યો

જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શંકરભાઇ અમલિયારને રિપીટ કરાયા હતાં. શંકરભાઇએ નવી જાહેર કરેલા હોદ્દેદારોમાં 4 જિલ્લા ઉપપ્રમુખ બદલ્યા છે. દાહોદમાં મહામંત્રીના સ્થાને આ વખતે મંત્રી પદ મળ્યું છે. જિલ્લા ઉપપ્રમુખ તરીકે મહિલાને ખસેડીને પુરૂષનો સમાવેશ કર્યો છે. સંજેલીથી જિલ્લા ઉપપ્રમુખ પદ દૂર કરીને સિંગવડને સ્થાન આપવામાં આવ્યું છે. ગત ટર્મમાં 7 મહિલાઓનો વિવિધ પદે સમાવેશ કરાયો હતો. નવી ટીમમાં ફતેપુરા જિલ્લા ઉપપ્રમુખ તરીકે પ્રફુલભાઇ ડામોર, દે.બારિયા ગ્રામ્ય માટે જુવાનસિંહ પટેલ, લીમખેડામાં રમીલાબેન રાવત, સિંગવડમાં નીરૂભાઇ પટેલ, ગરબાડામાં ખીમાભાઇ સંગાડા, ધાનપુરમાં લલિતાબેન પલાસ, ઝાલોદ ગ્રામ્યમાં મુકેશભાઇ બંમ, દાહોદમાં રાકેશભાઇ નાગોરીની નિમણુંક કરાઇ છે. મહામંત્રી તરીકે લીમખેડામાં સ્નેહલભાઇ ધરિયા, ઝાલોદ ગ્રામ્ય માટે નરેન્દ્રભાઇ સોની, દાહોદ ગ્રામ્યમાં ઝીથરાભાઇ ડામોર, જિલ્લા મંત્રી તરીકે દાહોદ ગ્રામ્યમાં સુરેન્દ્રભાઇ નાયક, ધાનપુરમાં પ્રદીપભાઇ વહોનિયા, દે.બારિયામાં ગીતાબેન ચૌહાણ, ગરબાડામાં સવિતાબેન પસાયા, ઝાલોદ ગ્રામ્યમાં સુમિત્રાબેન ડામોર, ફતેપુરામાં નિલમબેન ડિંડોર, સંજેલીમાં રૂચીતાબેન રાજ, દાહોદમાં ધર્મેન્દ્રકુમાર પંચાલ અને કોષાધ્યક્ષ તરીકે કનૈયાલાલ કિશોરીની નિમણૂક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો