તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સરસાવથી પ્રેમી અપહરણ કરીને લઇ ગયો અને માર્ગ અકસ્માતમાં સગીરનું મોત થયું

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડીથી જૂનમાં મૃત મળેલી સગીરાના પ્રકરણમાં વધુ એક ગુનો નોંધાયો
  • પ્રેમી અને તેના મિત્ર સામે ગોધરામાં અપહરણનો ગુનો પણ દાખલ થયો હતો

ગોધરાના સરસાવથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ દેવગઢ બારિયા તાલુકાના ગામડી ગામમાંથી રહસ્યમય સંજોગોમાં સગીરા મૃત હાલતમાં મળી હતી. મે માસની આ ઘટનામાં પ્રેમી દ્વારા અપહરણ કરીને લઇ જતી વખતે સર્જાયેલા અકસ્માતમાં તેનું મોત થયું હોવાનું પુરવાર થયું છે. ત્યારે દેવગઢ બારિયા પોલીસે આ પ્રકરણમાં અકસ્માતે મોત અન્વયે દાખલ કરેલા ગુના બાદ પ્રેમી સામે માર્ગ અકસ્માતનો ગુનો પણ દાખલ કર્યો છે.

ગોધરા તાલુકાના સરસાવ ગામે મામાને ત્યાં રહેતી પુષ્પા ઉર્ફે જલીબેન નામક સગીરાનું સરસાવ ગામના જ અમીત છત્રા પટેલ નામક યુવકપોતાના મિત્રની મદદથી 30 જુન માસમાં મોટર સાઇકલ ઉપર અપહરણ કરી ગયો હતો.

આ વખતે દેવગઢ બારિયા તાલુકાના ગામડી ગામમાં વળાંકમાં મોટર સાઇકલ સ્લીપ થઇ ગઇ હતી. જેથી નજીકમાં પડેલા લોખંડના થાંભલા સાથે માથુ અથડાતા પુષ્પાનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. અકસ્માત બાદ અમીત અને તેનો મિત્ર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતાં. આ પ્રકરણમાં દેવગઢ બારિયા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને પુષ્પાના મૃતદેહનું વડોદરામાં પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતું. જોકે, ઓળખ છત્તી થયા બાદ પુષ્પાના પિતાએ અપહરણ કરીને લઇ જતા અમીત અને તેના મિત્ર સામે ગોધરા પોલીસ મથકે અપહરણનો ગુનો પણ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...