હત્યાનો ભેદ ઉકેલાયો:દેવગઢ બારીયાના કુવા ગામે 35 વર્ષીય યુવકની હત્યાનો ગણતરીના દિવસમાં ભેદ ઉકેલાયો, આડા સંબંધમાં પ્રેમિકાના પુત્રોએ મોતને ઘાટ ઉતાર્યો

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકનિકલ સોર્સીસ તેમજ બાતમીદારના આધારે પોલીસેને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ગામની અન્ય મહિલા સાથેના આડાસંબંધના કારણે મહિલાના બે પુત્રોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો પોલીસે બંને આરોપી પુત્રોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલ્યા

દેવગઢ બારીયા તાલુકાના કુવા ગામે એક 35 વર્ષીય યુવકની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી અજાણ્યા હત્યારાઓ ફરાર થતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જેને લઇ પોલીસે મૃતકના પિતાની ફરીયાદના આધારે તપાસ હાથ ધરતા જેમાં યુવકના ગામની અન્ય મહિલા સાથેના આડાસંબંધના કારણે મહિલાના બે પુત્રએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મહિલાના બંને હત્યારા પુત્ર ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દેવગઢ બારીયા તાલુકાના કુવા ગામ હાઇસ્કૂલ ફળિયામાં રહેતા જુવાનસિંહ મોહનભાઈ બારીયા તેમજ તેનો પુત્ર યોગેશ બારીયા એમ બંને જણા સાંજના જમી પરવારી કુવા ગામના સીમાડા ફળિયામાં આવેલા તેમના ખેતરમાં ખેતી કરેલી હોય જે ખેતી ને સાચવવા માટે રાત્રીના સમયે ખેતરમાં ગયેલા હતા. જ્યા બંને પિતા-પુત્ર વારા ફરતી ખેતી સાચવતા સૂઈ ગયેલા ત્યારે વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં જુવાનસીંગ મોહન બારીયા તેના પુત્રને દાતણ લઈને આવું છુ તેમ કહી દાંતણ લેવા માટે ગયેલા અને ત્યાર પછી જુવાનસીંગ બારીયા પરત ન આવતા તેમનો પુત્ર યોગેશ ઘરે જતો રહ્યો હતો.

ઘરે જઈને જોતા તેના પિતા ઘરે ન મળતા તેમની તપાસ હાથ ધરી હતી. ત્યારે તેમના ખેતરથી અડધો કિમી દૂર ખેતરમાં કામ કરવા ગયેલા કોઈ વ્યક્તિએ રમેશભાઈ બારીયાના તુવેરના ખેતરમાં જુવાનસીંગ મોહન બારીયા પડ્યા હોવાનું ગામના સરપંચને જણાવતા ગામના આગેવાનો તેમજ જુવાનસીંગના પરિવારજનોએ રમેશ બારીયાના ખેતરમાં ગયા હતા.

જઈને જોતા જુવાનસીંગના બંને પગ ઉપર ગંભીર ઇજાઓ પહોંચાડી બંને પગમાં કાણા પડેલી હાલતમાં તેમજ ગળાના ભાગે તેમજ પેટના ભાગે ગેબી માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાઈ આવતા આ બનાવની જાણ દેવગઢબારીયા પોલીસને કરતા પી.એસ.આઇ તેમજ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

એફ.એસ.એલ તેમજ ડોગ સ્કવોડની મદદ લઈ મરણ જનાર જુવાનસિંહના પરિવારજનોના નિવેદન લઇ તેમજ એલસીબી પોલીસની મદદથી ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી બાતમીદારની મદદથી તપાસ હાથ ધરી હતી. જેમા આ મૃતક યુવાન જુવાનસિંહના કુવા ગામની અન્ય એક મહિલા સાથે આડાસંબંધ હોવાની હકીકત બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

કુવા ગામના સીમાડા ફળિયામાં રહેતી મહિલાને પોલીસે પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરતા મહિલાએ કબૂલ્યું હતું કે તેના મરણ જનાર જુવાનસિંહ સાથે આડા સંબંધ હતા અને તે સંબંધ અંગેની જાણ તેના બે પુત્રો કલ્પેશ ઉફેઁ ભજિ દીપસિંગ બારીયા તેમજ નિલેશ બારીયાને થઈ ગઈ હતી. તેનો મોબાઈલ પણ આ બંને પુત્રોના હાથમાં આવી ગયો હતો.

પોલીસે મહિલાના બંને પુત્ર કલ્પેશ તેમજ નિલેશ બારીયાને ઝડપી પાડી તપાસ હાથ ધરતા પોલીસ તપાસમાં બંને પુત્ર કબૂલ્યું હતું કે, તેની માતા સાથે જુવાનસીંગના આડા સંબંધ હોવાના કારણે બંને પુત્ર મળી કુવા ગામના સીમાડા ફળિયામાં જઈ જુવાનસીંગને લાકડીથી માર મારી બંને પગે ફેકચર કરી ગડદાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

ગુનાની કબૂલાત કરતાં પોલોસે બંને પુત્ર કલ્પેશ ઉર્ફે ભજી અને નિલેશ બારીયા એમ બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. આમ દેવગઢ બારીયા પોલીસને ગણતરીના દિવસોમા હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...