કોરોના:દાહોદ ઝાયડસમાં કોરોના ટેસ્ટ કરતી યુવતીની માતા પોઝિટિવ

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાનો પુત્ર મનાલી ખાતે દસ દિવસનું રોકાણ કરીને બે દિવસ પહેલાં જ ઘરે આવ્યો

દાહોદ શહેરમાં દરરોજ કોરોનાના કેસો આવવાના શરૂ થઇ ગયા છે. સોમવારે પણ દાહોદ શહેરમાં રહેતા એક 55થી 60 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 11 ઉપર પહોંચી ગઇ છે.દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 878 લોકોના આરટીપીસીઆર અને 244 લોકોનો રેપીડ ટેસ્ટ કર્યો હતો. જેમાંથી દાહોદ શહેરમાં રહેતાંક 55થી 60 વર્ષિય એક મહિલાનો સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાને તાવ અને શરદી-ખાંસી હોવાથી તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

મહિલાના પુત્રી દાહોદના ઝાયડસમાં કોરોનાના ટેસ્ટ કરવાનું જ કામ કરે છે અને તેમનો પૂત્ર મનાલી ખાતે દસ દિવસનું રોકાણ કરીને બે દિવસ પહેલાં જ ઘરે આવ્યો હતો. તબિયત બગડતાં સારવાર સાથે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, મહિલાના પુત્ર અને પુત્રી બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વધુ એક કેસ સાથે જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 11 ઉપર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...