તંત્રના કામગીરી:દે.બારિયા-ધાનપુરમાં ચેકડેમની તપાસનો ધમધમાટ શરૂ થયો

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુ.મંત્રીના આદેશથી તપાસ ચેકડેમોની હયાતીનો પ્રાથમિક અહેવાલ રાજ્ય કક્ષાએ મોકલાયો
  • એક પણ ચેકડેમ ન બનાવી રૂા. 16.34 કરોડના કૌભાંડનો આક્ષેપ કરાયો હતો

દે.બારિયા અને ધાનપુર તાલુકામાં 16.34 કરોડનું ચેકડેમ કૌભાંડ થયુ હોવાની આક્ષેપાત્મક અરજી ગાંધીનગર સુધી ગાજી હતી. મંત્રી બચુભાઇ ખાબડ સામે ભૂતકાળમાં ધારાસભ્યની ચુંટણી લડનારા ભારતસિંહ વાખળા દ્વારા કરાયેલી આ આક્ષેપાત્મક અરજી બાદ જિલ્લા કક્ષાએ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અરજીમાં જણાવાયુ હતું કે બારિયા, ધાનપુર તાલુકામાં 330 ચેકડેમમાંથી એક પણ બનાવ્યો નથી. 30 ચેકડેમ રીપેર કર્યા છે. એક એજન્સી મંત્રી બચુભાઇ ખાબડના પૂત્રની છે. આની તપાસ કરી ફરિયાદ દાખલ કરવાની માગ સાથે જો તપાસ દબાવશે તો 15 દિવસમાં હાઇકોર્ટમાં રીટ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અરજીમાં તલાટી અને એસઓ કંઇ જાણતા ન હોવાનું જણાવી ટીડીઓએ ખોટા બિલો મુકી પેમેન્ટ ચુકવાયાનું જણાવ્યુ હતું. અરજી અંગે ડીડીઓ રચિત રાજ દ્વારા તપાસ શરૂ કરી છે. જોકે, જિલ્લાથી 304 ચેકડેમ હયાતનું અને 20નું કામો પ્રગતિમાં હોવાનો પ્રાથમિક તપાસ અહેવાલ ઉચ્ચકક્ષાએ મોકલાયાનું જાણવા મળ્યુ છે.

હજી તો તપાસ ચાલી રહી છે
અરજી મામલે હાલ તો તપાસ ચાલી રહી છે. કેટલાક ચેકડેમ હયાત જોવા મળ્યા છે અને કેટલાકના કામ પ્રગતિમાં છે. આ પ્રકરણમાં અત્યાર સુધી મટીરીયલનું કોઇ પણ પ્રકારનું પેમેન્ટ કરવામાં આવ્યુ નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ કોઇ વિગત આપી શકાશે. - રચિત રાજ, DDO,દાહોદ

મુ.મંત્રીએ તપાસનો આદેશ આપ્યો હતો
અરજી સંદર્ભે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતાં. મંત્રી ફળદુએ ડીડીઓને વિડીયો અને દસ્તાવેજી અહેવાલ મેળવવા સુચના આપતા તપાસ કર્યા બાદ પ્રાથમિક અહેવાલ મોકલ્યો છે. 324 ચેકડેમ બનાવવાની મંજુરી અપાઇ છે. તેમાંથી બંને તાલુકામાં 304 ચેકડેમ હયાત છે અને બાકીના 20 ચેકડેમના કામો પ્રગતિમાં હોવાનો ઉલ્લેખ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...