દહેજે સંસાર બગાડ્યો:'નવું મકાન લેવું છે, તારા પિયમાંથી પૈસા લઇ આવ' કહીને દાહોદના અસાયડીની પરિણીતાને સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાનો સસરો અવાર નવાર શારિરીક અડપલાં કરતો હતો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામની યુવતીના લગ્ન અમદાવાદ થયા હતા. પરિણીતાને તેના પતિ તથા સાસરીપક્ષ લોકો દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી દહેજની માંગણી કરી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકતાં પરિણીતાએ ન્યાન માટે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નવુ મકાન લેવા દહેજની માંગ કરી મારઝુડ કરી ત્રાસ ગુજાર્યો
દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામની યુવતીના લગ્ન અમદાવાદમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સહિતના સાસરિયા અવાર નવાર મેણા ટોણા મારતાં હતા. શારિરીક અને માનસીક ત્રાસ આપી, તું તારા બાપાના ઘરેથી દહેજ લઈ આવ અને નવું મકાન લેવાનું હોય જેથી તું દહેજમાં તારા બાપાના ઘરેથી પૈસા લઈ આવ, તેમ કહી પતિ તથા સસરો મારઝડુ કરતાં હતાં.

સસરા શારિરીક અડપલાં કરતા હોવાનો ગંભીર આક્ષેપ
સસરા દ્વારા પરણિતા સાથે શારિરીક અડપગલાં પણ કરતો હોવાના પરણિતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. આવા શારિરીક અને માનસિક ત્રાસથી પરિણીતા ત્રસ્ત થઈ ગઈ છે.
પહેરેલા કપડે કાઢી મુકતા પિયર આવી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...