ફરિયાદ:પ્રથમ પત્નીને કાઢી પતિ બીજી પત્નીને લઇ આવ્યો

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ પત્નીને કાઢી પતિ બીજી પત્નીને લઇ આવ્યો

દેવગઢ બારીઆના કોળીના પુવાડા ગામે સડક ફળીયામાં રહેતી 23 વર્ષીય અરવીંદાબેનના લગ્ન ધાનપુરના પીપેરો ગામે ચોકડી પર રહેતા વિજય પોપટભાઈ ગણાવા સાથે સમાજના રિતરીવાજ મુજબ થયા હતા. અરવીંદાબેનને પતિ વિજયે તા. 8 ઓક્ટોબર 2021ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે તું અહીથી જતી રહે, મારે તારી સાથે રહેવું નથી, તુ મને ગમતી નથી, તુ મને છુટ્ટાછેડા આપી દે કહી બેફામ ગાળો બોલી હતી. આ સાથે અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપતાં સસરા પોપટભાઈ પુનાભાઈ ગણાવા, સાસુ શકરીબેન પોપટભાઈ ગણાવાએ ભેગા મળી ઘરમાંથી કાઢી મુકી હતી.

માતા-પિતાની મદદથી પત્ની અરવીંદા હયાત હોવા છતાં તેને અંધારામાં રાખીને વિજય લક્ષ્મીબેન નામક યુવતિને પત્ની તરીકે ઘરે લઇ આવ્યો હતો. આ બાબતની જાણ થતાં અરવીંદાબેને ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પતિ વિજય,તેની બીજી પત્ની લક્ષ્મી,સસરા પોપટ અને સાસુ શકરીબેને સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...