તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જલકુંભીનું સામ્રાજ્ય યથાવત્:જલકુંભીથી ગ્રસ્ત બન્યું ઐતિહાસિક છાબતળાવ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં તળાવની સફાઇ પાછળ સંખ્યાબંધ વખત ખર્ચેલા રૂપિયા પાણીમાં જ ગયા
  • તળાવનો આશરે 50% જેટલો ભાગ જલકુંભીથી છવાયો

દાહોદ શહેરના આશરે 1000 વર્ષ જૂના ઐતિહાસિક છાબ તળાવમાં લાખો રૂપિયાના ખર્ચા બાદ પણ જલકુંભીનું સામ્રાજ્ય યથાવત્ જોવા મળે છે. દાહોદ શહેરના મધ્યમાં આવેલ છાબ તળાવમાં છેલ્લા લગભગ બે દાયકાથી જલકુંભી નામે આ વનસ્પતિનું સામ્રાજ્ય છવાયેલું છે ત્યારે ગત 5-7 વર્ષમાં પાલિકા દ્વારા આ વનસ્પતિ કાઢવા લાખોના ખર્ચે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પણ હાલ મોટાભાગનું તળાવ જલકુંભીથી ઘેરાયેલુ જોવા મળે છે.

આ તળાવમાં કેટલાય વર્ષો અગાઉ તળાવરોડ ખાતે લાખોના ખર્ચે બનાવાયેલ ઈન્ટેકવેલ પણ ધૂળ ખાતી અવસ્થામાં છે. અને તેની આસપાસના તળાવમાં જ ખૂબ મોટી માત્રામાં જલકુંભી ફેલાયેલી છે. જેના કારણે શહેરમાં પ્રવેશ કરતા સહુની આંખમાં ખૂંચે તેવા દ્રશ્ય જોવા મળે છે. અગાઉ સ્વચ્છ એવા છાબ તળાવમાં કમળ, પોઈ (પોયણી) અને મુરાળાંનો પાક લેવાતો તે કાઢીને વેચતા વર્ગની સાથે સાથે માછીમારો પણ આ તળાવમાંથી માછલાં પકડી ગુજરાન ચલાવતા ‌હતા. તેના બદલે હવે ઠેકઠેકાણેથી ગટરનું ગંદુ પાણી ભળતાં ખાસ કરીને ગરમી ટાણે ગંધાતા આ તળાવનું પાણી પણ દૂષિત થયું છે. સાથે તળાવમાં ચારેકોર છવાઈ ગયેલી જલકુંભીના કારણે મચ્છરનું પ્રમાણ પણ પારાવાર માત્રામાં વધવા પામ્યું છે.

દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો આશરે 50% ભાગ જલકુંભીથી છવાયેલો જોવાય છે. હવે ચોમાસાનું આગમન થયું છે ત્યારે મોટાં વરસાદ બાદ તળાવમાં પાણીના ભરાવા સાથે આ જલકુંભીના પ્રમાણમાં પણ વૃદ્ધિ થઈ શકે છે તેવા સમયે પાલિકા તંત્ર દ્વારા સત્વરે પગલાં લઈ ઝડપભેર વધતા જલકુંભીના સામ્રાજ્યનો અંત લાવવામાં આવે તેવું સહુ શહેરીજનો ઈચ્છી રહ્યાં છે.

2018માં 51 લાખમાં સફાઇનો કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો
દાહોદ પાલિકા દ્વારા અત્યાધુનિક મશીનો દ્વારા એપ્રિલ, 2018માં જલકુંભી કાઢવા માટે દિલ્હીની ક્લીન્ટેક ઇન્ફ્રા કંપનીને રૂ. 51 લાખનો વાર્ષિક કોન્ટ્રાક્ટ અપાયા બાદ દાહોદ નગરપાલિકા દ્વારા કંપનીમાં રૂ. 2.55 લાખની ડિપોઝિટ ભર્યા બાદ છાબ તળાવમાંથી જલકુંભીથી મુક્તિ મેળવવાના યજ્ઞનો આરંભ થયો હતો. જે અંતર્ગત એ-દોઢ માસમાં 1500 જેટલાં ટ્રેક્ટર ભરીને જલકુંભી કઢાયા બાદ તે કામ અચાનક બંધ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...