તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદે કબજો:દાહોદ તાલુકામાં જમીન પચાવી પાડવા સામે નવા કાયદા પ્રમાણે સૌથી વધુ અરજીઓ

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટરમાં 22 અરજીઓ માં દાહોદ તાલુકો મોખરે કલેક્ટરે તમામ અરજીઓની તપાસ સ્થાનિક મહેસુલી અધિકારીઓને સોંપી

દાહોદ જિલ્લામાં જમીન સંબંધી તકરારો અને અદાલતમાં ઢગલાબંધ ખટલાઓ ચાલી રહ્યા છે. બીજી તરફ ગુજરાત સરકારે ભૂમાફિયાઓને નાથવા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુકતો નવો કાયદો હાલમાં જ અમલમાં મુક્યો છે. જેથી પોતાની જમીનો પચાવી પાડી હોવાના દાવા સાથે કલેક્ટર કચેરીમાં આ કાયદા અંતર્ગત તપાસ કરી પોતાની જમીન પરત મેળવવા માટે 22 જેટલા અરજદારોએ અરજીઓ કરી છે.જેમાં દાહોદ તાલુકો સૌથી મોખરે છે.

જર,જમીન ને જોરું ત્રણેય કજિયાના છોરું આ કહેવત વડવાઓના સમયથી પ્રચલિત છે અને તેના પુરાવા વર્તમાન સમયમાં ઠેર ઠેર મળી રહ્યા છે.દાહોદ જિલ્લામાં જમીન સંબંધી ઝગડાઓની ભરમાર છે ત્યારે ઘણી વખત તેના માટે ગ્રામ્ય વિસ્તારોમાં ધિંગાણા પણ થાય છે અને તેમાં હત્યા કે હત્યાના પ્રયાસ થયા હોવાના કિસ્સા પણ ઓછા નથી.ભાઇ ભાંડુઓ વચ્ચે પણ જમીનો માટે લોહિયાળ જંગ ખેલાય છે ત્યારે તાલુકાની મામલતદાર કચેરીઓ,એસડીએમની કચેરીઓ અને કલેક્ટર કચેરીમાં આવા ઘણાં કેસ ચાલી રહ્યા છે.તેવી જ રીતે અદાલતોમાં પણ જમીનના ખટલા મોટી સંખ્યામાં ચાલી રહ્યા છે.

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાથી આદિજાતીની જમીન બીનઆદિવાસીએ ખરીદવી હોય તો આ જમીન પરતી કલમ 73એએ નું નિયંત્રણ દુર કરાવવુ પડે છે જે જિલ્લા પંચાયત દ્રારા કરવામાં આવે છે.આ જમીન જો ખેતીની હોય તો પછી તેને કલેક્ટર કચેરીમાં ઓનલાઇન અરજી કરી બીન ખેતીની કરાવવી પડે છે અને ત્યાર પછી તેની પર બાંધકામ કરી શકાય છે અથવા અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાય છે.આ બધી પ્રક્રિયા વચ્ચે જમીનો પર ગેરકાયદે કબ્જા કરવાની ઘટનાઓ પણ બને છે.જેથી તેવી પોલીસ ફરિયાદો પણ થાય છે ત્યારે ગુજરાત સરકારે હાલમાં જ બીજાની જમીન પચાવી પાડનારા માટે નવો કાયદો બનાવ્યો છે.

જે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ-2020 કહેવાય છે અને આ ગુનામાં બીજાની જમીન પચાવી પાડનારને 10 વર્ષની જેલ પણ થઇ શકે છે.તેના માટે કલેક્ટર કચેરીમાં તેના નિયત નમુનામાં અરજી કરવાની હોય છે. તે પ્રમાણે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કાયદો અમલમાં આવ્યાના આજ દિન સુધી 22 અરજીઓ કરી પોતાની જમીન ગેરકાયદે કબ્જામાંથી છોડાવવા માંગ કરવામાં આવી છે.જેથી આ તમામ કિસ્સાઓમાં સ્થાનિક મહેસુલી અધિકારીઓને તપાસ કરી અહેવાલ સુપરત કરવા સુચના આપવામાં આવી છે.

તાલુકાવાર આવેલી અરજીઓની સંખ્યા તાલુકો અરજીઓ દાહોદ 13 ઝાલોદ 02 દે.બારીયા 01 ફતેપુરા 02 લીમખેડા 01 સીંગવડ 02 ગરબાડા 01

દાહોદ તાલુકામાં સૌથી વધારે અરજીઓ કેમ થઇ દાહોદ તાલુકામાં દાહોદ શહેરનો સમાવેશ થાય છે અને શહેર તેમજ શહેરની આસપાસ જમીનોની કિંમત કલ્પના બરાહની છે. જેથી દાહોદમાં મધ્યમ તેમજ ગરીબ વર્ગોએ પોતાનુ ઘર બનાવવુ એ દુષ્કર સ્વપ્ન થઇ પડ્યુ છે. સરખામણીએ મુંબઇ અને દાહોદમાં જમીનોની કિંમતો સરખી કહેવામાં આવે છે ત્યારે ગંભીરતા સમજી શકાય તેમ છે. હવે દાહોદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં જ જમીનો પર કબ્જો એક યા બીજી રીતે કરવામાં આવતા હોવાથી તાલુકામાંથી મહત્તમ અરજીઓ આવી હોવાની શક્યતા રહેલી છે.

ભૂમાફિયાઓ માથાભારે તત્વોના સહારે જમીનની લેવેચ કરનારા ઘણાં જમીનદારો કે દલાલો વેપારની રીતે વેપાર કરે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં દાદાગીરીનો સહારો પણ લેવામાં આવતા હોવાની ઘટનાઓ બની છે.,જેથી કેટલાક હિત ધરાવતા તત્વોએ જમીનના વિવાદિત કિસ્સાઓમાં દબંગાઇ કરવાનો ધંધો અપનાવી લીધો છે. જેનો ગેરલાભ પણ લેવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબત જિલ્લા અને ખાસ કરીને દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે સૌથી વધારે ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો