તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય વિભાગ સજાગ:સંજેલીમાં મુસાફરોના કોરોના ચેકિંગ માટે બસ સ્ટેશને આરોગ્યની ટીમના ધામા

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • લોકલ અને એક્સપ્રેસ પ્રકારની આવતી જતી બસોમાં મુસાફરોનું ટેમ્પ્રેચર ગન સ્કેનિંગ હાથ ધર્યું
 • કોરોનાએ ફરી માથું ઉંચકતા કોરોના સંક્રમણના ચેપને ડામવા માટે આરોગ્ય વિભાગ સજાગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ફરી કોરોનએ માથું ઊંચકતાં હોળી-ધૂળેટીના તહેવારોને લઇ લોકલ તેમજ એક્સપ્રેસ બસોમાં મુસાફરોને સ્કેનિંગ માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બસ સ્ટેશન પર જ ધામા નાંખી ટેમ્પ્રેચર સ્કેનિંગ ગનની મદદથી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. જેને ડામવા માટે આરોગ્ય વિભાગ સજાગ બન્યું છે અને હાલ હોળી તેમજ ધૂળેટીના તહેવારોને લઇને લોકલ તેમજ એક્સપ્રેસ બસોમાં આવતા જતા મુસાફરોને ટેમ્પ્રેચર ગનની મદદથી સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમની હિસ્ટ્રી મેળવવામાં આવી રહી છે.

જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાય તો તેને તાત્કાલીક માટે આરોગ્ય ખાતે ટેસ્ટ કરવા માટે મોકલી આપવામાં આવે છે. બહારના જિલ્લા કે તાલુકામાંથી કોઈ પોઝિટિવ મુસાફર સંજેલીમાં પ્રવેશીને તાલુકાને પોઝિટિવ તરફ ધકેલી દે તે પહેલાં જ સંજેલી બસ સ્ટેશન પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સવારથી લઇ સાંજ 8:00 વાગ્યા સુધી આવતી જતી તમામ લોકલ તેમજ એક્સપ્રેસ બસોના મુસાફરોની સ્કેનિંગ ગનથી સ્કેનિંગ હાથ ધરવા માટે ધામા નાખ્યા છે. અને જુદી જુદી ટીમ દ્વારા આવતી જતી બસોમાં મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યો છે.

તાલુકા સુપરવાઈઝર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે જો સંજેલી નગરમાં આવતી જતી બસો અને તાલુકાઓમાં વધુ કેસ આવે તો જરૂર જણાય તો સંજેલી બસ સ્ટેન્ડ પર જ રેપિડ ટેસ્ટ માટેનું પણ આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો