હત્યા કે આત્મહત્યા?:દાહોદની યુવતીની અડધી સળગેલી લાશ મળી, બે દિવસ પહેલાં ગુમ થઈ હતી

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સંજેલી તાલુકાના ભાણપુર જંગલ વિસ્તારમાંથી જિન્સ ટીશર્ટ પહેરેલી આશરે 19 વર્ષીય અજાણી યુવતીના છાતી સહિત ચહેરાના ભાગે સળગાવી દીધેલી લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ યુવતી દાહોદ શહેરની રહેવાસી અને તેના પિતા કોર્ટમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ છે. યુવતી ગુમ થતાં સોમવારે દાહોદ શહેર પોલીસ મથકે પણ જાણ કરવામાં આવી હતી. યુવતી ભાણપુર કઇ રીતે પહોંચી અને તેની કોણે હત્યા કરી તે તપાસમાં પોલીસ જોતરાઇ છે. હાલ તેના મોત અંગે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરાયો છે.

સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે. સંજેલીથી ભાણપુર કરંબા લીમડી થઇ દાહોદ તરફ જવાના રસ્તા પર સીંગવડ તાલુકાની બોર્ડર પર ભાણપુર વડલા વાળા જંગલ માથી મુખ્ય માર્ગથી લગભગ 200 મીટર જેટલા દુર અંદાજે 17 વર્ષીય જીન્સ ટીશર્ટ પહેરેલ યુવતીની સળગાવેલી લાશ પડી હોવાનું રોજમદારને નજરે પડ્યું હતું. આ મામલે વન વિભાગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રારંભમાં અજાણી યુવતીની બળેલી હાલતમાં દુર્ગંધ મારતી લાશ જોઇ પોલીસ ચોંકી ઉઠી હતી.

યુવતીની લાશને રફેદફે કરવા કે પુરાવો નાશ કરવા કાવતરું ઘડવામાં આવ્યુ હોય તેમ યુવતીની લાશને સળગાવવામાં આવી હતી પરંતુ કુદરત પણ આવા તત્વો ને સાથ ન આપ્યો હોય તેમ યુવતીની લાશ અર્ધ સળગેલી હાલતમાં જ જોવા મળી હતી. જેથી પોલીસે હાલ તો આ અજાણી યુવતીને સળગાવેલ લાશનો કબ્જો મેળવી સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ વેળા આ યુવતી દાહોદ શહેરની રહેવાસી હોવાનું સામે આવ્યુ હતું. તે બે દિવસ પહેલાં ઘરેથી ગુમ થઇ હતી.

જેથી કોર્ટમાં ફરજાધિન પિતાએ સોમવારે દાહોદ શહેર પોલીસને પણ જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો કાફલો પણ સંજેલી ખાતે દોડી આવ્યો હતો. યુવતીની હત્યા બાદ તેની ઓળખ ન થઇ જાય તે માટે ખાસ કરીને ચહેરો સળગાવવાનો પ્રયત્ન થયો હોવાની આશંકા સેવાઇ રહી છે. યુવતીના મોત અંગે સંજેલી પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ભાણપુર જંગલમાંથી મળેલી લાશની તપાસ શરૂ
ભાણપુર જંગલમાં યુવતીની લાશ પડી હોવાનું વન વિભાગે જાણ કરતા જ ઘટના સ્થળે પહોચી અને અજાણી યુવતીની સળગાવેલી લાશ મળી આવી હતી.ઓળખ છુપાવવા માટે યુવતીની લાશ સળગાવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જાહેરાત નોંધી આગળની તપાસ શરૂ કરાઇ છે. -જી.બી. રાઠવા, PSI સંજેલી

અન્ય સમાચારો પણ છે...