રીકવરીનો હુકમ:દાહોદના ટેક્સ ભરતા 1630 ખેડૂતોએ લીધેલા લાભના રૂ.2.92 કરોડ સરકાર પાછા લઇ લેશે

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ મેળવ્યો હતો, ટેક્સપે કરતાં હોવા છતાં યોજનાનો લાભ લેતા હોઇ રીકવરીનો હુકમ
  • દર ચાર મહિને બે હજારનો લાભ મેળવ્યો, ચાર લાખ ખેડૂતો યોજના સાથે જોડાયેલા છે, જિલ્લામાં સૌથી વધુ ખોટો લાભ લેનાર દાહોદ અને ઝાલોદના 800 ખેડૂત મળ્યાં
  • સરકારે યોજના માત્ર નાના અને સીમાંત ખેડૂતો માટે જ શરૂ કરી હતી પણ લાભ બધાએ લીધો
  • દર ચાર મહિને બે હજારનો લાભ મેળવ્યો, ચાર લાખ ખેડૂતો યોજના સાથે જોડાયેલા છે, જિલ્લામાં સૌથી વધુ ખોટો લાભ લેનાર દાહોદ અને ઝાલોદના 800 ખેડૂત મળ્યાં

દાહોદ જિલ્લામા ખેતીલાયક જમીન ધરાવતા તમામ નાના અને સીમાંત ખાતા ધરાવતા ખેડુતોના પરિવારોને આવકની સહાયરૂપ થવાના ઉદ્દેશથી સરકારે વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ રૂપિયાથી ખેડુતોને ખેત સામગ્રીની ખરીદી માટે નાણાંકિય જરૂરિયાત પુરી કરવા સાથ તેઓ પાક સંરક્ષણ કરીને પુરતા ઉત્પાદન મારફત વર્ષના અંતે સુનિશ્ચિત આવક મેળવી શકે તે આ યોજનાનો હેતુ હતો.

આ યોજનાના ભાગરૂપે દર ચાર મહિને ખેડુતોના ખાતામાં બે હજાર રૂપિયા આવતાં હતાં. દાહોદ જિલ્લામાં આ યોજનામાં ચાર લાખથી વધુ ખેડુતો જોડાયેલા છે. જોકે, સરકાર દ્વારા યોજનામાં જોડાવવા માટે કેટલાંક નીતિ નિયમો પણ બનાવ્યા હતાં. સરકાર દ્વારા ઝીંણવટપૂર્વકનું નિરીક્ષણ કરતાં આ યોજનામાં ટેક્સપેયર ખેડુત પણ જોડાયેલા હોવાનું સામે આવ્યુ હતું. દાહોદ જિલ્લામાં આવા 1630 ખેડુતો મળી આવ્યા હતાં.

જેમાં દાહોદ અને ઝાલોદના 800 ખેડુતો હોવાનું જોવા મળ્યુ હતું. ટેક્સપે કરતાં હોવા છતાં યોજનાનો લાભ લેતા હોવાથી આવા ખેડુતો પાસેથી સરકાર દ્વારા રીકવરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી ખેડુતોના ખાતામાં 2 હજારના નવ હપ્તા નાખવામાં આવ્યા છે. ત્યારે ટેક્સપેયર ખેડુતો પાસેથી સહાયના 2,93,40,000 રૂપિયાની રીકવરી કરવાની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે.

1191 ખેડૂત ખાતેદારો ન હોવા છતાં યોજનામાં રૂા.2 હજારનો પ્રથમ હપ્તો ઉપાડીને રોકડી કરી લીધી
દાહોદ જિલ્લામાં વર્ષ 2020માં પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 23.82 લાખ રૂપિયાનું કૌભાંડ પણ આચરાયું હતું. જિલ્લાના 1191 ખેડુત ખાતેદારો ન હોવા છતાં યોજનામાં 2 હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો ઉપાડીને રોકડી કરી લીધી હતી. આ બાબત સામે આવતાં ખેતીવાડી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ રીતે ખેડૂતો પાસેથી રીકવરી કરવામાં આવશે
ં ટેક્સપેયર હોવા છતાં યોજનાનો લાભ લેનારા ખેડુતો પાસેથી રીકવરીનું કામ સબંધિત બેંકને જ સોંપી દેવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. ખેડુતના ખાતામાં પડેલા રૂપિયા બેંક દ્વારા પરત સરકારના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યુ છે.

ટેક્સપેયર ખેડૂતોના ખાતામાંથી રિકવરી શરૂ
પ્રધાન મંત્રી સન્માન કિસાન યોજનામાં મહત્તમ ખેડુતોને લાભ મળેલો છે. ટેક્સપેયર ખેડુતોના ખાતામાંથી રીકવરીની કાર્યવાહી ચાલી રહી છે. કામગીરી બેંકને સોંપવામાં
આવી છે. યોજનામાં કોઇ ખેડુતને કોઇ ઇસ્યુ હોય તો જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં સંપર્ક કર્યેથી નિરાકરણ લાવી શકાશે.>તેજસ પરમાર, ડીડીઓ, દાહોદ

અન્ય સમાચારો પણ છે...