પરિવર્તન:160ની સ્પીડે ટ્રેન દોડાવવા ગોધરા- લીમખેડાનો વળાંક સીધો કરાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્વ રિઅલાઇન્મેન્ટની ટેક્નિક અપનાવી કામ પૂરું કરાશે
  • ​​​​​​​ગોધરાથી લીમખેડા વચ્ચેના કર્વને સીધા કરવામાં આવશે

મુંબઇ-દિલ્હી રૂટ ઉપર 160 કિમીની સ્પીડે ટ્રેનો દોડાવવાની તૈયારી પણ સ્પીડ પકડેલી જોવા મળી રહી છે. ટ્રેક મેન્ટેનન્સ બાદ હવે બ્રિજોને મજબુત કરાશે. રેલવે બ્રિજ નજીક જીઓ સેલ અને બ્લેક્ટિંગ કરીને ઢાળને કપાતુ રોકાશે. પુલને ટ્રેક પણ લાગેલા સ્ટીલના પ્લીપર બદલીને અત્યાધુનિક એચ-બીમ સ્લીપર લગાવશે. 1381 કિમી લાંબા દિલ્હી-મુંબઇ રૂટમાં આવતા રતલામ મંડળના ગોધરા-નાગદા વચ્ચે 189 કિમીમાં 69 સહિત 414થી વધુ મેજર અને મહત્વપૂર્ણ બ્રિજમાં આ પરિવર્તન કરશે. ટ્રેનોની સ્પીડને એક સરખી રાખવા માટે લીમખેડાથી દાહોદ વચ્ચે માથાના દુખાવા રૂપ કર્વને રિઅલાઇમેન્ટ કરીને મોડિફાઇ કરાશે.સિગ્નલ પ્રણાલીને એડવાન્સ ઇંટરલોકિંગથી આધુનિક બનાવાઇ રહી છે. રેલવેએ આ કામ 2024 સુધી કરવાનો ટાર્ગેટ લીધો છે. કામ માટે ટેન્ડર કરી દેવાયા છે.

રતલામ નાગદા વચ્ચે 160ની સ્પીડ મળશે
રતલામ-નાગદા વચ્ચે જ ટ્રેનો મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની સ્પીડ મળશે. 2 મોટા ઘાટ, 8 કર્વ હોવાથી રતલામ-ગોધરા સેક્શનમાં મહત્તમ સ્પીડ 100થી 120ની મળશે. થોડા મહિના પગેલા જ મેઘનગર-લીમખેડાની સ્પીડ 100થી વધારી 110 કરાઇ છે અને લીમખેડા ગોધરાની 120 કિમી પ્રતિ કલાક કરાઇ છે. તે છતાય આ સ્પીડ પર ટ્રેનો દોડતી નથી.

નવી ટેકનિકથી અપગ્રેડ કરાઇ રહ્યું છે
2024 સુધી મુંબઇ-દિલ્હી રૂટને 160 કિમી પ્રતિ કલાકની સ્પીડ માટે તૈયાર કરવાનો છે. આ માટે મોટું આયોજન અને તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષિત મુસાફરી માટે ખાત કરીને ટ્રેક અને બ્રિજને મજબુત અને નવી ટેકિનકથી અપગ્રેડ કરી રહ્યા છે. >ખેમરાજ મીણા, પીઆરઓ, રતલામ મંડળ

160 કિમીની સ્પીડ કરવા શું કરાઇ રહ્યંુ છે

  • કર્વ રિઅલાઇમેન્ટ : ગોધરા-નાગદા સેક્શનના 22 કર્વ મોડિફાઇ કરી રિઅલાઇમેન્ટ કરશે. ત્યારે જ ટ્રેનોને પુરી સ્પીડ મળી સકશે.
  • ટ્રેક: લેઇંગ ટ્રાંજિશન દ્વારા ટ્રેકને મજબુત કરાશે. ગિટ્ટી(ટ્રેક વચ્ચેના પથ્થર)ને પણ વ્યવસ્થિત કરાશે.
  • બ્રિજ : આજુબાજુની માટી કે ઢોળાવ રોકવા માટે જીઓ સેલ અને બ્લેકેટિંગ કરાશે. બ્રિજ અને આજુબાજુની માટી કે ઢાળથી માટીને સરકતી રોકવા માટે લોખંડની જાળી લગાવાઇ રહી છે.
  • સિગ્નલ : એડવાન્સ ડિજિટલ વ્યવસ્થા મુજબ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ ટ્રેક ચેન્જ પોઇન્ટસ અને ક્રોસિંગ પણ બદલવામાં આવી રહ્યા છે.
  • વોર્નિંગ સિસ્ટમ : રૂટ ઉપર ટ્રેન પ્રોટેક્શન વોર્નિંગ સિસ્ટમ લગાવાશે. જેથી અકસ્માતને રોકી શકાય.
  • ઓટોમેટિક મશીન : ત્વરિત અને તત્કાળ ઇન્સપેક્શન અને રીપેરીંગ માટે મોર્ડન ઓટોમેટિક મશીનો લાગશે.
અન્ય સમાચારો પણ છે...