દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના એક ગામમાં વિકલાંગ કૂવારી માતાની કુખે જનમ્યા બાદ બે દિવસની વય ધરાવતી બાળકીને પાણી વગરના કૂવામાં મરવા માટે ત્યજી દેવાઇ હતી. આ ઘટના અંગે ગરબાડા પોલીસે ગુનો દાખલ કરીને તલસ્પર્શી તપાસ કરતાં ઘટનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
જોકે, હતભાગી બાળકીનું સારવાર દરમિયાન શુક્રવારે ઝાયડસ હોસ્પિટલમાં નિધન થઇ ગયું હતું. માતા અને નાના કાયદાકિય સકંજામાં આવી ગયા હોવાથી બાળકીનો ભર્યોપુર્યો પરિવાર હોવા છતાં તેની અંતિમ વિધિમાં કોઇ જ હાજર રહી શક્યુ ન હતું. પોસ્ટ મોર્ટમ બાદ આ બાળકીની નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.