દુષ્કર્મ:તરુણીનું અપહરણ કરી લઇ મહિલાના ઘરે દુષ્કર્મ આચર્યુ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાહોદથી બાઇક પર બેસાડી ગરબાડા લઇ ગયો હતો
  • વડવાના યુવક તથા ગરબાડાની મહિલા વિરુદ્ધ ગુનો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા ના વડવા ગામના યુવકે દાહોદ સ્થિત રાત્રીબજાર આગળથી એક 14 વર્ષની તરૂણીનું અપહરણ કરી મોટર સાયકલ પર બેસાડી ગરબાડાની મહિલાના ઘરે લઈ જઈ​​ તેણીની મરજી વિરૂધ્ધ બળજબરીથી ત્રણ વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સંદર્ભે તરૂણીના પિતા દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવ હતી.

દાહોદ તાલુકાના રાછરડા ગામની એક 14 વર્ષ અને 11 મહિનાની તરૂણી 15 ડિસેમ્બરના રોજ સવારે દાહોદ શહેર ખાતે કોઇ કામ અર્થે આવી હતી. તે દરમિયાન 11 વાગ્યાના અરસામાં સ્ટેશન રોડ ઉપર આવેલા રાત્રી બજા૨ આગળ ઉભી હતી. ત્યારે ગરબાડા તાલુકાના વડવા ગામનો કલ્પેશ છગન રાઠોડ મોટર સાયકલ ઉપર આવી તરૂણીને પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી ગરબાડા ગામે લઈ ગયો હતો. ત્યાં નવા ફળિયામાં રહેતી નંદાબેન દિનેશભાઈ મોરીના ઘરે લઈ ગયો હતો.

જ્યાં કલ્પેશે તરૂણી સાથે તેની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક ત્રણવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધે અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ પીડીતાના પિતાની ફરિયાદના આધારે દાહોદ પોલીસે વડવા ગામના કલ્પેશ છગન રાઠોડ તથા ગરબાડાની નંદાબેન દિનેશભાઈ મોરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...