દાહોદ જિલ્લાના બારા કાસટીયા ગામે છોકરી ભગાડી જવા બાબતે ટોળાએ છોકરા પક્ષના ઘરમાં ઘુસી ઘરનો સરસામ તથા ઘરના નળીયા પતરાની તોડફોડ તેમજ સામાન ઘરની બહાર ફેંકી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે સાગટાળા પોલીસે 11 લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.
દેવગઢ બારિયા તાલુકાના બારા કાસટીયા ગામના પટેલ ફળિયામાં રહેતા ભેદલીબેન સેગાભાઇ રાઠવા તથા તેમનો પરિવાર તા.29 એપ્રિલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરના આંગણામાં બેઠા હતા. તે દરમિયાન પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના ગોદલી ગામના સરતાન કાગડા રાઠવા, થાવર કાગડા રાઠવા, ભારૂ કાગડા રાઠવા, ચીમન ભારૂ રાઠવા, હેશ થાવર રાઠવા, કાન્તીબેન સરતાન રાઠવા, શાન્તીબેન થાવર રાઠવા, બલીબેન ભારૂ રાઠવા તથા છોટાઉદેપુરના પાવીજેતપુરના ચુલી ગામના બકલા દુલીયા રાઠવા, પ્રતાપ રંગા રાઠવા તથા રંગા ભાયા રાઠવા તમામ લોકો હાથમાં લાકડી તથા લોખંડની પાઇપો સાથે લઇ આવી તમે અમને શુ સમજો છો, તમારો છોકરો ભીમમસીંગ અમારી ચોકરી હેતલને લઇ જતો રહ્યો છે અને અવાર નવાર કહેવા છતાં અમારી છોકરી કેમ સોંપતા નથી તેમ કહી બિભત્સ ગાળો બોલતા ભેદલીબેન તથા પરિવાર ડરના માર્યા ઘરમાં જતા રહ્યા હતા.
તમામ લોકો ભેદલીબેનના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી નળીયા, પતરા તેમજ ઘરની અંદરના ખાટલા અને પલંગ તેમજ ઘરને પણ તોડફોડ તથા ઘરની અંદર મુકી રાખેલ સરસામાન ઘરની બહાર ફેંકી દઇ નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે 11ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.