ફાયર સેફ્ટીના કારણે દુર્ઘટના ટળી:દાહોદની દર્પણ હોસ્પિટલમા લાગેલી આગ તુરંત જ ફાયર સેફ્ટીને કારણે કાબુમા લેવાઇ

દાહોદ10 મહિનો પહેલા
  • પાલિકાની ફાયર ટીમે આવી સંપૂર્ણ આગ બુઝાવી કોઈને ઈજા કે જાનહાનિ ન થતાં હાશકારો

દાહોદ શહેરના દર્પણ રોડ પર આવેલા એક ખાનગી હોસ્પિટલના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગે લાગી હતી. હોસ્પિટલમાં ધુમાડાના પગલે ઉપસ્થિત હોસ્પિટલ સ્ટાફમાં ભયનો વાતાવરણ ઉભો થયો હતો. જોકે, હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફટીના કારણે આગ વધુ પ્રસરી ન હતી. સ્થાનિકોએ દાહોદ ફાયર ફાઈટરને જાણ કરતાં અગ્નિશામક દળના કર્મચારીઓએ પણ તાબડતોડ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

દાહોદ શહેરના દર્પણ ટોકીઝ રોડ પર આવેલા દર્પણ હોસ્પિટલના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગે દેખા દીધી હતી. ત્યારબાદ લાઈટના પેનલબોર્ડમાથી નીકળતા ધુમાડાના પગલે હોસ્પિટલ સ્ટાફ તેમજ આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો. હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફટીના કારણે મોટી હોનારત થતી ટળી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો.

સ્થાનિકોએ આ અંગેની જાણ દાહોદ અગ્નિશામક દળને પણ કરતા અગ્નિશામક દળના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવી ગણતરીની મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. હોસ્પિટલમાં પેનલ બોર્ડમાં આગના બનાવ સમયે માત્ર એક જ દર્દી દાખલ હતો. તેમજ આ બનાવમાં અન્ય કોઇ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...