તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જમીનમાં ભાગ મુદ્દે પિતાએ લાકડી મારી પુત્રનું માથુ ફોડ્યુ

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાનકોલમાં નાનાભાઇએ પણ લાકડીથી હુમલો કર્યો

ઝાલોદના વાનકોલમાં જમીનના ભાગ મુદ્દે પિતાએ લાકડી મારી પુત્રનું માથુ ફોડ્યું હતું. તેમજ સાથે નાના ભાઇએ પણ લાકડી વડે માર મારી જમીનમાં ભાગ આપવાનો નથી કહી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તની પત્નીએ સસરા અને દિયર સામે લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝાલોદ તાલુકાના વાનકોલ ગામના ખારાપાણી ફળિયામાં રહેતા ચંદુભાઇ માનાભાઇ ભેદીએ ગતરોજ તેમના છોકરા પ્રતાપભાઇ ભેદીને જમીનનો ભાગ જોઇએ છે તેમ કહી ખેતરમાં બોલાવી તેમ તેમ બોલતા હતા.

જેથી પ્રતાપભાઇએ પિતાને બોલવાની ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયા હતા તેમના હાથમાં રહેલી લાકડીનો ફટકો માથામાં મારી દેતાં પ્રતાપભાઇને ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન પિતાની સાથે તેમનો બીજો પુત્ર પ્રકાશ પણ સાથે હતો તેને પણ ભાઇને લાકડીનો ફટકો માથામાં મારતાં પ્રતાપભાઇ નીચે પડી ગયા હતા. આ દરમિયાન બુમાબુમ થતાં પ્રતાપભાઇની માતા હુનકીબેન તથા ભાભી સવિતાબેન આવી જતાં બન્ને પિતા-પુત્રને ખેંચીને ઘરે લઇ ગયા હતા અને તને જમીનનો ભાગ આપવાના નથી હવે પછી જમીનના ભાગ માંગીશ તો જીવતો રહેવા દઇશુ નહી તેવી ધમકીઓ આપી હતી.

ત્યાર બાદ ઇજાગ્રસ્ત પ્રતાપભાઇને 108 દ્વારા લીમડી સરકારી દવાખાને પ્રાથમિક સારવાર કરાવી દાહોદ ઝાયડસમાં લઇ જવાયા હતા. આ સંદર્ભે ઇજાગ્રસ્તની પત્ની કોકીલાબેને સસરા તથા દિયર વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...