ક્રાઇમ:રોપેલા ઘાસમાં ઢોરો ચરાવતાં રોકતાં કુટુંબીને માર માર્યો

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડગેરીયા ગામના વજાભાઇ કાનજીભાઇ કટારાના પરિવારે ગામમાં આવેલ જંગલમાં રોકેલ ઘાસમાં કુટુંબી ફતેસીંગ મલા કટારા ઢોરો ચરાવતા હતા. જેથી ત્યાં ખેતરમાં હાજર વજાભાઇના ભાઇ અભેસીંગ કટારાએ ઢોરો ચરાવવાની ના પાડતાં ફતેસીંગ મલાભાઇ કટારા ગુસ્સામાં આવી બિભત્સ ગાળો તેના હાથમાની લાકડી બરડાના ભાગે મારવા લાગતા ત્યાં હાજર વજાભાઇની પત્ની કેસરીબેન છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ગડદાપાટુનો માર મારી માથાના પાછળના ભાગે લાકડી મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કરી ઇજાગ્રસ્ત કર્યા હતા.

આ દરમિયાન બન્નેએ બુમાબુમ કરતાં નજીકમાંથી લોકો દોડી આવી વધુ મારથી છોડાવ્યા હતા. ત્યાર બાદ ફતેસીંગ કટારા ગાળો બોલતો જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. 108 દ્વારા બન્ને પતિ પત્નીને દાહોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. આ સંદર્ભે વજાભાઇ કાનજીભાઇ કટારાએ લીમડી પોલીસ મથકે ફતેસીંગ કટારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...