• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Entire City Will Be Monitored From The Green Building In Dahod, The Rs 151.54 Crore ICCC IT Project Will Be Unveiled.

અત્યાદ્યુનિક સુવિધા:દાહોદમાં ગ્રીન બિલ્ડિંગમાંથી આખા શહેર પર નજર રખાશે, રૂ.151.54 કરોડના ખર્ચે સંપન્ન ICCC-IT પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકજ પ્રોજેક્ટ થકી પ્રજાને સુવિધા, સ્વાસ્થ્ય, સુરક્ષા, ઇન્ફોર્મેશન તેમજ સંકટ સમયે તત્કાલ સહાય મળશે
  • 360 અદ્યતન કેમેરાની મદદથી ચાંપતી નજર રખાશે
  • સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ થકી ટ્રાફિક સમસ્યા નિવારાશે
  • શહેરમાં સ્વચ્છતાનું ઓનલાઇન મોનિટરિંગ કરાશે

આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે એક નવા સ્તરે લઇ જતો અને મહાશહેરોમાં પણ ન જોવા મળતી અત્યાદ્યુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. શહેરને સુરક્ષિત તેમજ સુવ્યવસ્થિત કરતા ચોતરફ લાગેલા 360 કેમેરાઓ, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ, ટેલીમેડીસીન થકી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ઓનલાઇન સેવાઓ, શહેરમાં સ્વચ્છતાનું ઓનલાઇન મોનિટરિગ, પ્રદૂર્ષણ સામે લાલબત્તી ધરતા સ્માર્ટ પોલ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, કટોકટીમાં ફસાયેલા નાગરિકો માટે સંકટમોચક બનતું ઇમરજન્સી કોલબોકસ જેવી સુવિધાઓ આપતા રૂ. 151.04 કરોડના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 20 એપ્રીલે લોકાર્પણ કરશે.

આ પ્રોજેક્ટ થકી રાઉન્ડ ધ કલોક દાહોદ શહેરમાં અદ્યતન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખી શકાશે. જિલ્લા સેવા સદન ખાતે આ પ્રોજેક્ટ માટે જિલ્લાનું પ્રથમ ગ્રીન બિલ્ડીંગ ઊભું કરવામાં આવ્યું છે. અહીંની ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કરીને શહેરને સુરક્ષિત તેમજ નવા જમાના પ્રમાણેની સુવિદ્યાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...