ભાસ્કર વિશેષ:શિક્ષણાધિકારીએ જન્મદિવસે અનાથ બાળક દત્તક લઇ શિક્ષણ સહિતની જવાબદારી લીધી

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગલાલિયાવાડ શાળામાં અનાથ બાળકને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
ગલાલિયાવાડ શાળામાં અનાથ બાળકને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો
  • બાળકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા શૈક્ષણિક કિટ અપાઇ

દાહોદ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક બાળકને ધોરણ 1માં પ્રવેશ આપી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા દત્તક લેવાની જાહેરાત કરી હતી. આ સમયે તેમણે ગલાલિયાવાડ ગામના રહેવાસી સ્વ. પૂનમભાઈ ખરાડિયાના પુત્ર તીર્થને પાલક માતાપિતાની ઉપસ્થિતિમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા શૈક્ષણિક કીટ ભેટ આપીને શિક્ષણ અધિકારીએ તેની તમામ જવાબદારી પોતે સ્વીકારી હતી.

તો ગલાલિયાવાડના જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા દ્વારા અન્ય ધો.9થી 12માં અભ્યાસ કરતા અનાથ બાળકોને દત્તક લઈ એમના શિક્ષણ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવા માટે બાંહેધરી લીધી હતી. આ અનોખા કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ મુજબ સહુ મહેમાનોના સ્વાગત બાદ આ બાળકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા શૈક્ષણિક કિટ મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સાથે પૂર્વ સૈનિક ભરતભાઈ સંગાડા, તાલુકા સદસ્ય, ગામના અગ્રણી, એસ એમ સી સભ્યો, ડેપ્યુટી સરપંચ તથા શાળા પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા. સંચાલન સતીષભાઈ પરમારે તથા આભારવિધિ શિક્ષક અમિતભાઈ શાહે કરી હતી. છેલ્લે તમામ મુખ્ય મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...