કાર્યવાહી:મ.પ્ર.થી આણંદ લઇ જવાતા 66 હજારના દારૂ સાથે કાર ચાલક ઝબ્બે

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે વિરુદ્ધ ગુનો દાખલ

મધ્યપ્રદેશથી સ્વિફ્ટ ડીઝાયરમાં ભરી આણંદ લઇ જવાતા 66 હજારના દારૂના જથ્થા સાથે ભાઠીવાડાના ચાલકને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. જથ્થો અને વાહન મળી 3,16,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ એસ.પી બલરામ મીણા સહિતની અધિકારીઓએ દારૂના કેશો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન કરતાં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ કે.ડી.ડીડોર તથા સ્ટાફ સહિતના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અંગે પેટ્રોલિગમા હતા. તે દરમિયાન પી.આઇ કે.ડી.ડીંડોરને મળેલી બાતમી આધારે GJ-23-AF-2242 નંબનરી સ્વિફ્ટ ડીઝાયરમાંથી 66,000 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 11 પેટીઓ જેમં કુલ 132 બોટલો સાથે ડ્રાઇવર ભાઠીવાડા ગામના માવી ફળિયાના પ્રકાશ વાલસિંગ માવીને પકડી પાડ્યો હતો.

ઝડપાયેલા ચાલકની ઘનિષ્ઠ પુછપરછ કરતાં દારૂનો જથ્થો દાહોદના સ્ટેશન રોડ વૈજનાથ મહાદેવ મંદિર પાસે રહેતો રાજેશકુમાર રમેશકુમાર પરમાર મધ્યપ્રદેશ પીટોલ બાજુથી ભરી લાવી તેની સાથે આણંદ બાજુ આપવા જવાનો હોવાનું જણાવ્યું હતું. જથ્થો તથા સ્વિફ્ટ ડીઝાયર ગાડી મળી કુલ 3,16,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...