અકસ્માત:રસ્તા વચ્ચે કૂતરુ આવતાં બાઇક સ્લિપ ખાઇ જતાં ચાલકનું મોત

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કતવારા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો

દાહોદ તાલુકાના કઠલા ગામે અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર રસ્તામાં આડે કુતરૂ આવતાં પુરઝડપે આવતી બાઇક સ્લીપ ખાઈ ડીવાઈડર સાથે અથડાતાં ચાલકને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવાનને ઘાયલ થયો હતો. ફરિયાદના આધારે કતવારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ તાલુકાના કઠલા ગામના પરેલ ફળિયામાં રહેતો 18 વર્ષિય અજયભાઈ બાબુભાઈ ડામોર પોતાની જીજે-20-બીએ-7673 નંબરની બાઇક પર તેના ફળિયાના 18 વર્ષિય અજયભાઈ સુકીયાભાઈ ડામોરને પાછળ બેસાડી બાઇક પુરઝડપે હંકારી જતો હતો. તે દરમિયાન કઠલા ગામે આમલી ફળિયામાં કાળીનદી નજીક વળાંકમાં અમદાવાદ-ઈન્દૌર હાઈવે રોડ પર અચાનક રોડની વચ્ચે કુતરૂ આવી જતાં બાઇક સ્લીપ ખાઈને રોડના ડીવાઈડર સાથે અથડાતાં બન્ને જણા રોડ ઉપર પટકાયા હતા. જેમાં પાછળ બેઠેલ અજયભાઈ ડામોરને શરીરે ઈજાઓ થવા પામી હતી.

તેમજ ચાલક અજયભાઈ બાબુભાઈ ડામોરને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે બાબુભાઇ મેસુભાઇ ડામોરની ફરિયાદના આધારે કતવારા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...